ધરપકડ:ટ્રાવેલ એજન્ટ સાથે ચીટિંગમાં મુંબઇના બે આરોપી ઝડપાયા

સુરત11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફલાઇટ ટિકિટ નામે છેતરપિંડી કરાઇ હતી

અઢી માસ પહેલાં અડાજણના ટ્રાવેલ એજન્ટ સાથે ફ્લાઇટની ટિકિટો, હોટલનું પેકેજ અને મની ટ્રાન્સફરના નામે 61,500ની ઠગાઇ કરનાર મુંબઇનો કાપડ વેપારી અને વાળંદને અડાજણ પોલીસે મુંબઇથી ઝડપી પાડ્યા હતા. અડાજણમાં અઢી મહિના પહેલા ટ્રાવેલ્સ એજન્ટને ઠગ ટોળકીએ વિશ્વાસમાં લઈ ફલાઇટની ટિકિટો, હોટેલનું પેકેજ, ઓનલાઇન મની ટ્રાન્સફર સહિતનું કહી રૂ.61500ની ચીટીંગ કરી હતી. આ કેસમાં અડાજણ પોલીસે મુંબઈ ખાતેથી વાળંદનું કામ કરતો અમિત સુરેન્દ્ર ઠાકુર(24)(મીરા રોડ,મુંબઈ,મૂળ ઝારખંડ) અને કાપડ વેપારી ચિતંન જગદીશ ચંદ્ર શાહ(33)(મીરા રોડ,મુંબઈ,મૂળ ખેડા)ને ઝડપી પાડ્યા હતા.વેપારી છે. ઠગએ બન્નેને રૂપિયા લાલચ આપી બેંક એકાઉન્ટોની વિગતો લઈ તેમાં ચીટીંગના નાણા નખાવ્યા હતા. પછી તે નાણા બંને ઠગને આપ્યા હતા.

અડાજણ પ્રાઇમ આર્કેડમાં ટુર એન્ડ ટ્રાવેલ્સનો ધંધો કરતા સુલભ ઠક્કરને 23મી તારીખે અજાણ્યા નંબરથી કોલ આવ્યો હતો. પછી વાતમાં નાખીને પહેલાં સુરતથી બેંગ્લોરની 8 ટિકિટો બુક કરાવી ત્યાર પછી બેંગ્લોરની હોટેલ બુકિંગ ઉપરાંત મિત્રને પૈસાની જરૂર છે કહી રકમ આંગડીયામાં મોકલવાની વાત કરી હતી. અજાણ્યા નંબરથી એજન્ટ પર કોલ આવ્યો કે આપના આંગડીયામાં રૂપિયા આવી ગયા છે. ઠગે પાછી મની ટ્રાન્સફરનું કહેતા એજન્ટને શંકા જતાં નંબર ટ્રુ કોલર પર ચેક કરતા તે સ્કેમ જણાયું હતું. એજન્ટે પોલીસને જાણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...