ટ્રેન દોડશે:બાંદ્રા અને ગોરખપુર વચ્ચે ટ્રેનના વધુ બે ફેરા દોડાવાશે

સુરત18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 17 નવેમ્બરથી ટ્રેનનો નવો રૂટ શરૂ કરાશે
  • વાપી, સુરત, ભરૂચ સહિતના​​​​​​​ સ્ટેશને થોભશે

મુસાફરોની સુવિધાઓમાં વધારો થાય તે માટે થઇને રેલવે વિભાગ દ્વારા ગુરુવારે બાંદ્રા ટર્મિનસ અને ગોરખપુર વચ્ચેની ટ્રેનમાં વધુ બે ફેરા દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.આ અંગે પશ્ચિમ રેલવેના જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જણાવ્યું હતું કે, બાંદ્રા ટર્મિનસ અને ગોરખપુર વચ્ચે દોડનારી આ ટ્રેન વિશેષ કરારની સાથે તેના રેગ્યુલર સમય પ્રમાણે ચાલશે.

આ ટ્રેન તા. 17 નવેમ્બરે-2022થી શરૂ કરવામાં આવશે. જે બાંદ્રાથી સાંજે 05ઃ15 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે વહેલી સવારે 06ઃ25 વાગ્યે ગોરખપુર પહોંચશે. આવી જ રીતે આ ટ્રેન ગોરખપુરથી વહેલી સવારે 04ઃ10 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સાંજે 04ઃ00 વાગ્યે બાંદ્રા પહોંચશે. બંને દિશામાં આ ટ્રેન બોરીવલી, વાપી, સુરત, ભરૂચ, વડોદરા, રતલામ, કોટા, ગંગાપુર સીટી, ભરતપુર, અછનેરા, મથુરા, કાસગંજ, ફરૂખાબાદ, કન્નોજ, કાનપુર સેન્ટ્રલ, એશબાગ, ગોંડા અને ખલીલાબાદ સ્ટેશન ઉપર ઉભી રહેશે.આ ટ્રેનની તા. 12મી નવેમ્બર-2022થી વિવિધ રિઝર્વેશન કેન્દ્રો અને આઇઆરસીટીસીની વેબસાઇટ ઉપરથી ટિકિટ બુક થઇ શકશે, એવું અધિકારીઓનું કહેવું છે.

અન્ય સમાચારો પણ છે...