કોરોના સુરત LIVE:નવા 57 કેસ સાથે પોઝિટિવ દર્દીઓની સંખ્યા 1648 થઈ, બે મોત સાથે મૃત્યુઆંક 70 થયો

સુરત3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોરોના પોઝિટિવ દર્દીઓની કોવિડ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
  • મોડિરાત્રે બે વ્યક્તિઓના સારવાર દરમિયાન મોત નીપજ્યાં
  • શહેરમાં નવા 45 અને જિલ્લામાં 12 મળી કુલ 57 પોઝિટિવ વધ્યા

કોરોના પોઝિટિવ દર્દીઓનો છેલ્લા ત્રણ દિવસથી વધારો નોંધાતો જાય છે. મહાનગરપાલિકા અને જિલ્લા તંત્ર દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર અત્યાર શહેરમાં નવા 45 કેસ અને જિલ્લામાં 12 પોઝિટિવ કેસ નોંધાતા કુલ 1648નો આંકડો થયો છે. બે કોરોના પોઝિટિવ દર્દીઓના મોતની સાથે મૃત્યુઆંક 70 થયો છે. અત્યાર સુધીમાં કુલ 1120 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે.

મૃતકોના નામ

શુક્રવારે મોડિરાત્રે લગભગ પોણા બે વાગ્યે ગોવિંદભાઈ મુળજીભાઈ સલાત (ઉ.વ.આ.63)રહે.કોસાડ આવાસનું મોત થયું હતું. તેમને 28મીના રોજ દાખલ કરવામાં આવ્યાં હતાં. તેઓ એક્યુટ રેસપિરેટરી ડિસટ્રેસ સિન્ડ્રોમ સહિતની બીમારીથી પીડાતા હતાં.બીજા દર્દીમાં 34 વર્ષીય કલ્પેશ વિરજીભાઈ મારકણાનું મોત નીપજ્યું છે. સમા સોસાયટી હીરાબાગ ખાતે રહેતા કલ્પેશ મારકણાનું કાર્ડિયાક શોકના કારણે મોત થયું હોવાનું જાહેર કરવામાં આવ્યું છે.

ક્વોરન્ટીન ભંગ બદલ 20 હજારનો દંડ

રાજસ્થાનના પાલીથી સુરત આવેલા વેપારીને ક્વોરન્ટીન કરવામાં આવ્યાં હતાં. તેમ છતાં વેપારીએ ઘોડ દોડ રોડ પર આવેલી માર્કેટમાં પોતાની દુકાન ખોલી હતી. જેથી પાલિકા દ્વારા વેપારીને 20 હજારનો દંડ કરવામાં આવ્યો છે. વેપારીને હોમ ક્વોરન્ટીનના ભંગ બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. અભિનંદન એસી ટેકસ્ટાઈલ્સ માર્કેટમાં વેપારી દુકાન ધરાવે છે.

ભીમપોરમાં શંકાસ્પદ કેસ નોંધાયો

ડુમસ નજીક આવેલા ભીમપોર ગામમાં કોરોનાનો શંકાસ્પદ કેસ નોંધાયો છે. પ્રવિણભાઈ નામના વ્યક્તિને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. તેમનો રિપોર્ટ કરવામાં આવ્યો છે. જોકે હજુ તે પોઝિટિવ કે નેગેટિવ છે તે પેન્ડિંગ રખાયું છે. આ તરફ ભીમપોરમાં પાલિકા દ્વારા સેનિટાઈઝેશનની કામગીરી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...