તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:RBLના નામે કતારગામ-વરાછામાં પણ ઠગાઈ થતા વધુ બે ગુના દાખલ

સુરત11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઝારખંડની ટોળકી ઝડપાયા બાદ ભોગ બનનારા બહાર આવ્યા

ઝારખંડની ઠગ ટોળકીએ સુરતમાં ઘણા લોકો સાથે ઓન લાઈન છેતરપિંડી કરી હતી. તે ટોળકી ઝડપાયા બાદ બે જણાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. વરાછા પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર, વરાછામાં લંબે હનુમાન રોડ પર કાળીદાસ નગર સોસાયટીમાં રહેતા કમલેશ ચેલાભાઈ પટેલ રત્ન કલાકાર છે. 20 એપ્રિલના રોજ વરૂણ નામના યુવકે કમલેશને ફોન કરીને કહ્યું કે, તે આરબીએલ બેંકના ક્રેડિટ કાર્ડ ડિપાર્ટમેન્ટમાંથી બોલે છે. વરૂણે કમલેશ પાસેથી ઓટીપી માંગ્યો હતો.

કમલેશે ઓટીપી આપ્યો નહીં છતાં કમલેશના ક્રેડિટ કાર્ડમાંથી તેમની જાણ બહાર દક્ષિણ ગુજરાતના વિજ કંપનીના કોઈ ગ્રાહકનું બીલ પેટે 62372 રૂપિયા ટ્રાન્સફર થઈ ગયા હતા. કમલેશે કોઈને ઓટીપી આપ્યો ન હોવા છતાં રૂપિયા કપાઈ જતા ચોંકી ગયાે હતાે. જે અંગે કમલેશ પટેલે વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.તેવી જ રીતે કતારગામમાં આંબા તલાવડી વિસ્તારમાં ઝીલ પાર્ક સોસાયટી પાસે લક્ષ્મીધામ સોસાયટીમાં રહેતા કુલદીપ હરેશ લાડોલા વેબસાઇટ ડેવલપર તરીકેનું કામ કરે છે.

22 માર્ચના રોજ મહિલાએ કુલદીપને ફોન કર્યો હતો. ફોન કરનારે આરબીએલ બેંકના ક્રેડિટ કાર્ડ ડિપાર્ટમેન્ટમાંથી બોલુ છું કહીને જુનું ક્રેડિટ કાર્ડ ડિએક્ટીવ કરવા માટે ઓટીપી લઈને નવું કાર્ડ એકિટીવ કરવા બીજો ઓટીપી મેળવી કુલદીપના ખાતામાંથી બે વખત મળીને 50820 રૂપિયા ઓન લાઈન ટ્રાન્સફર કરીને છેતરપિંડી કરી હતી. કુલદીપે સિંગણપોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...