• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Trapped Between Two Mopeds In The Diamond Market In Surat, Four Youths Abscond After Stealing 42 Thousand Full Purses, CCTV

ફિલ્મી ઢબે ચોરી:સુરતમાં હીરાબજારમાં બે મોપેડની વચ્ચે ફસાવી હીરા દલાલના ખિસ્સામાંથી રૂ. 42 હજાર ભરેલા પર્સની ચોરી કરી ચાર યુવાનો ફરાર, CCTV

સુરત3 મહિનો પહેલા
હીરા દલાલની નજર ચૂકવી ચોરી કરી.
  • એક યુવાન હીરા દલાલનો પીછો કરતો આવતો હતો

સુરત શહેરના મહિધરપુરા હીરાબજારના એક હીરા દલાલનું એલબી ચાર રસ્તાથી અમિષા ચાર રસ્તા વચ્ચે બે મોપેડ સવાર ચાર અજાણ્યા ઇસમોએ રૂપિયા 42 હજાર ભરેલું પર્સ ખિસ્સામાંથી કાઢી ભાગી ગયા હતા હીરા દલાલ બળવંત ભાઈએ કહ્યું હતું કે, વાતોમાં ભોળવી બન્ને બાઇક સવારોએ બાઈક વચ્ચે ઉસાવી ફિલ્મી ઢબે પર્સની ચોરી કરી નાસી ગયા હતા. આ બનાવ બાદ મહિધરપુરા પોલીસે ફરિયાદ નોધી આગળની તપાસ હાથ ધરી છે.

રસ્તામાં પહેલેથી જ મોપેડ પર બે યુવાનો ઉભા રહી ગયા હતા
બળવંતભાઇ મગનભાઇ પટેલ (પીડિત હીરા દલાલ)એ જણાવ્યું હતું કે તેઓ અડાજણ પાલ રોડ પર એલપી સવાણી સ્કૂલની બાજુમાં સમ્રાટ કેમ્પસમાં રહે છે અને મહિધરપુરમાં હીરા દલાલીનો વ્યવસાય કરે છે. ગત 23 જુલાઈના રોજ કામ અર્થે મહિધરપુરા હીરા બજારમાં ગયો હતો. સાંજે 5:15થી 5:45 વાગ્યાના સમયગાળા દરમિયાન તેઓ હિરાબજાર એલબી રસ્તાથી અમિષા ચાર રસ્તા તરફ જતા ભોલે ચણા સેન્ટર પાસે ઉભા હતા. ત્યારે એક સફેદ કલરની એક્ટિવા પર બે ઇસમો તેની પાસે આવ્યા હતા. જેમાં એક આશરે 25 વર્ષની ઉંમરનો, જેણે શરીરે સફેદ કલ૨નો શર્ટ તથા બ્લુ કલરનુ જીન્સ પેંટ પહેરેલ હતું. પાછળ બેસેલા ઇસમે જે પણ આશરે 25 વર્ષની ઉંમરનો જેણે શરીરે આછા વાદળી કલ૨ જેવો શર્ટ તથા બ્લુ જીન્સ પેંટ પહેરેલ હતુ તે બંને એક બાજુ આવીને ઉભા રહી ગયા હતા.

હીરા દલાલને બે મોપેડ વચ્ચે ફસાવી દીધો હતો.
હીરા દલાલને બે મોપેડ વચ્ચે ફસાવી દીધો હતો.

વાતચીત કરી નજર ચૂકવી ચોરી કરી
વધુમાં જણાવ્યું હતું કે આજ સમયે બીજી એક ગ્રે કલર જેવા મોપેડ પર એક કાળા કલર જેવુ ટી-શર્ટ તથા સફેદ પેંટ પહેરેલ જે પણ આશરે 25 વર્ષની ઉંમરનો અજાણ્યા ઇસમો આવી તેની બીજી બાજુ ઉભા રહી બંને બાઈકની વચ્ચે મને ફસાવી દીધો હતો. ત્યારબાદ બંને બાજુથી તેમની સાથે વાતચીત કરી નજર ચૂકવી તેના ખિસ્સામાં રહેલા રોકડા રૂપિયા 42500 રૂપિયા ભરેલું પર્સ ચોરી કરી ફરાર થઇ ગયા હતા. બનાવને પગલે બાદમાં મને જાણ થતા તેમણે આ મામલે મહિધરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

કંઈ થયું જ ન હોય એ રીતે ચારેય યુવાનો ફરાર થઈ ગયા.
કંઈ થયું જ ન હોય એ રીતે ચારેય યુવાનો ફરાર થઈ ગયા.

આખી ઘટના સીસીટીવીમાં કેદ
વધુમાં જણાવ્યું હતું કે આ બાબતે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આખી ઘટના નજીકના એક દુકાનદારના સીસીટીવીમાં આવી ગઈ હતી. જે તમામ પુરાવા પોલીસ ને આપ્યા છે એક અઠવાડિયું થઈ ગયા બાદ પણ પર્સ ચોર પકડાયા નથી.