ચોરી:ડુમસમાં દુકાનોનાં તાળાં તોડી ચોરી કરનાર બે સગીર ઝડપાયા

સુરત12 દિવસ પહેલા
  • કૉપી લિંક

ડુમસ ચોપાટી પર સોમવારે વહેલી સવારે ત્રાટકેલા ચોરો 3 દુકાનોના તાળાં તોડી 29 હજારનો ખાણીપીણીનો સામાનની ચોરી કરી ગયા હતા. આ ચોરો પાછા બીજા દિવસે મોડીરાતે ચોરી કરવા આવ્યા હતા. ચોરોએ લંગરની એક દુકાન પર ટોર્ચ મારતા એક સ્થાનિકને શંકા ગઈ હતી. સ્થાનિકે મોપેડ લઈ તેનો પીછો કરી છેક કુંજગલી પાસે 3 ચોરો પૈકી એકને પકડી પાડયો હતો. પકડાયેલા ચોર પાસેથી સિગારેટના પેકેટો મળી આવ્યા હતા.

પોલીસની પૂછપરછમાં અન્ય બે ચોરોના નામો ખુલ્યા હતા જેમને પોલીસ પકડી લાવી હતી. પકડાયેલા બન્ને નેપાળી સગીર છે . જયારે સૂત્રધાર અરમાન નાસતો ફરે છે. જેને શોધવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. વધુમાં ડુમસ ચોપાટી પર સૈયદ અને શુભમ કોલ્ડ્રીંક્સ તેમજ અન્ય નિકેશ પટેલની દુકાનના તાળાં તૂટ્યા હતા. જયારે કોલ્ડ્રીક્સની બે દુકાનોમાંથી સિગારેટ, કેડબરી, વેફર અને રોકડની ચોરી થઈ હતી. સીસીટીવીમાં વહેલી સવારે બે ચોરો મોપેડ પર આવી 3 દુકાનોના તાળાં તોડી નીકળતા દેખાય છે.

અન્ય સમાચારો પણ છે...