તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:બાળકો પાસેથી ફોન ઝુંટવી લેતી ટોળકીના બે પકડાયા

સુરત4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 57 હજારના 21 મોબાઇલ કબજે લેવાયા

સચિનના શ્રમ વિસ્તારોમાં ઘરની બહાર મોબાઇલમાં ગેમ રમતા બાળકો પાસેથી મોબાઇલ તફડાવતી ટોળકીના બે ચોરોને સચિન પોલીસે પકડી પાડ્યા છે. બંને ચોરો બાળકો ઉપરાંત દારૂના નશામાં હોય કે પછી સૂતેલા હોય તેવા યુવકોના ખિસ્સામાંથી પણ મોબાઇલ ચોરી કરી જતા હતા. બંનએે લોકડાઉન પહેલા 21 ફોનની ચોરી કરી હતી. પોલીસે 57,500ની કિંમતના 21 મોબાઇલ કબજે કર્યા છે.

પકડાયેલા ચોરોમાં એકનું નામ રાકેશ પ્રધાન(23) અને બીજાનું ભોલા સોનકર(21)(બન્ને રહે. શીવાંજલિ રેસીડન્સી, સચિન) છે. ભોલા હાલ મચ્છીનો ધંધો કરે છે અને રાકેશ સંચા ખાતામાં મજૂરી કરે છે. બન્ને ચોરોએ ઉધના રેલવે સ્ટેશન, સચિન, સચિન જીઆઇડીસી અને ઉમરા વિસ્તારો ચોરી કરી છે.

21 ચોરીના મોબાઇલ બાબતે એક પણ મોબાઇલ ચોરીની ફરિયાદ પોલીસમાં નોંધાઈ નથી. બન્ને ચોરો કોર્ટમાંથી જામીન પર છૂટી ગયા છે. પોલીસે મોબાઇલના IMEI નંબરના આધારે માલિક સુધી પહોંચી બન્ને ચોરો સામે ગુનો દાખલ કરવા માટે તજવીજ કરશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો