તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Two Members Of Mewat Gang Caught Stealing From Canara Bank ATM In Surat, Withdraw Rs 21 Lakh From 4 ATMs In A Month And A Half

ગેંગનો આતંક:સુરતમાં કેનેરા બેંકના ATMમાં જ છેડછાડ કરી ચોરી કરતી મેવાત ગેંગના બે ઝડપાયા, દોઢ મહિનામાં 4 ATMમાંથી 21 લાખ ઉપાડી બેંક સાથે ફ્રોડ

સુરત8 મહિનો પહેલા
  • કૉપી લિંક
બંને આરોપીઓની 1.10 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી. - Divya Bhaskar
બંને આરોપીઓની 1.10 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી.
  • મજૂરાગેટની કેનેરા બેંકના એટીએમમાંથી 61 ટ્રાન્જેક્શન કરી 6.05 લાખ ઉપાડ્યા
  • નાનપુરાની કેનેરા બેંકના એટીએમમાંથી 14 ટ્રાન્જેકશન કરી 1.40 લાખ ઉપાડ્યા
  • ઇચ્છાપોરમાં કેનેરા બેંકના એટીએમ સાથે ચેડા કરી ગઠિયાએ 4.05 લાખની ચોરી કરી
  • અડાજણ હનીપાર્ક ચાર રસ્તા પાસેના એટીએમમાંથી 9.50 લાખની ચોરી કરી

સુરત શહેરમાં કેનેરા બેંકના એટીએમ હેક કરી ચોરી કરતી ગેંગ સક્રિય થઈ હોવાનું સામે આવ્યું છે. સપ્ટેમ્બરથી દોઢ મહિનામાં કેનેરા બેંકના ચાર એટીએમમાં છેડછાડ કરી કુલ 21 લાખ રૂપિયાનો બેંક સાથે ફ્રોડ કરવામાં આવ્યો હોવાની ફરિયાદ છેલ્લા બે દિવસમાં નોંધાઈ હતી. આ ટોળકીને પકડી પાડવામાં ક્રાઇમબ્રાંચને સફળતા મળી છે. ક્રાઈમબ્રાંચે બે આરોપીઓની ધરપકડ કરી છે.

કેનેરા બેંકના ડીબોલ્ટ કંપનીના એટીએમ મશીનોમાં જ છેડછાડ કરતા હતા
કેનેરા બેંકના એટીએમમાં છેડછાડ કરી રૂપિયાની ચોરી કરતી આંતરરાજ્ય મેવાત ગેંગના બેને ક્રાઈમબ્રાંચે ઝડપી પાડ્યા છે. હનીફ રખીતા સૈયદ અને ઔસાફ હસનમોહમદ સૈયદને રોકડા 80 હજાર સહિત કુલ 1.10 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. કેનેરા બેંકના ડીબોલ્ટ કંપનીના એટીએમ મશીનોમાં છેડછાડ કરી રૂપિયા ઉપાડતા હોવાની કબૂલાત કરી હતી.

પહેલો કેસ
મજૂરાગેટની કેનેરા બેંકના એટીએમમાંથી 1-9-20 થી 15-10-20 સુધીમાં 10 હજારના 58 અને 8500ના 3 ટ્રાન્જેકશનો મળી 6.05 લાખની રકમ ઉપાડી હતી. ભેજાબાજે ડુપ્લીકેટ ચાવી કે કોઈ ઈન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરી એટીએમ મશીનના આગળની ડીસપ્લે ખોલી મધરબોર્ડની સ્વીચ ઓપરેટ કરી મશીન સાથે ચેડા કર્યા હતા. એટીએમ, કોમ્પ્યુટર સિસ્ટમના નેટવર્કના ડેટાબેઝને કે અન્ય પ્રોગ્રામને નુકશાન કરી સિસ્ટમમાં છેડછાડ કરી માહિતીનો નાશ કરી એટીએમ મશીનમાંથી ટ્રાન્જેકશન કરી પૈસા ઉપાડ્યા હતા.

બીજો કેસ
નાનપુરા ખાતે કેનેરા બેંકના એટીએમમાંથી પણ 14-9-20 થી 15-9-20 એક દિવસમાં 10 હજારના 14 ટ્રાન્જેકશનો મળી 1.40 લાખની રકમ ઉપાડી હતી. બન્ને બેંકોના એટીએમમાં એક શખ્સ એટીએમમાં માસ્ક પહેરીને આવે છે. શરૂઆતમાં પહેલા એટીએમમાં કાર્ડ નાખી તમામ પ્રોસેસ કરી જ્યારે પૈસા ટ્રેમાંથી બહાર આવે કે તરત તે એટીએમનો પાવર સપ્લાય બંધ કરી ઉપરનો ભાગ ખોલી નાખી તેમાંથી મધરબોર્ડને રીસેટ કરી નાખે છે. આવી રીતે ટોળકીએ 61 વખત ટ્રાન્જેકશનો કરી 7.45 લાખની રકમ ઉપાડી લીધી હતી.

ત્રીજો કેસ
અડાજણ હજીરા રોડ પર ઇચ્છાપોર પાસે આવેલ કેનેરા બેંકના એટીએમ સાથે ચેડા કરી ગઠીયો રૂ.4.05 લાખ ઉપાડી નાસી ગયાનો બનાવ બન્યો હતો. અડાજણ હજીરા રોડ પર ઇચ્છાપોર બસ સ્ટેન્ડ નં.3 પાસે કેનેરા બેંક આવેલી છે. આ બેંકને અડીને જ એટીએમ આવેલું છે. તા.11મીથી તા.13મી દરમિયાન આ એટીએમમાં ભેજાબાજ માસ્ક પહેરીને આવ્યો હતો. આ શખ્સે પોતાનું એટીએમ કાર્ડ મશીનમાં નાખ્યા બાદ મશીનની સ્વીચ ઓનઓફ કરી ડોરને ખોલી નાખ્યું હતું અને સ્વીચ ઓપરેટ કરી નેટવર્ક ડેટાબેઝ તથા પ્રોગ્રામને નુકશાન પહોંચાડી કુલ રૂ.4,05,000 લાખ કાઢીને નાસી ગયો હતો. આ અંગે બેંકને જાણ થતા તેમણે ઇચ્છાપોર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

ચોથો કેસ
અડાજણ હનીપાર્ક ચાર રસ્તા પાસે પંચવટી કોમ્પલેક્સમાં કેનેરા બેંકની શાખા બાજુમાં બેંકનું એટીએમમાં 11-9-20થી 11-10-20 દરમિયાન ટ્રાન્જેક્શન મશીન સ્વીચ ઓન ઓફ કરી ભેજાબાજે નેટવર્ક અને પ્રોગ્રામને નુકસાન પહોંચાડી રૂ.10,000ના 91 અને રૂ.8,000ના 5 ટ્રાન્જેક્શન કરી કુલ રૂ.9.50 લાખ ઉપાડયા હતા. બનાવ અંગે બેંકના મેનેજર અરુણ યાદવે અડાજણ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ ભેજાબાજે મજુરાગેટ, ઇચ્છાપોરમાં કેનેરા બેંક એટીએમમાંથી 11.40 લાખ ઉપાડી લઇ છેતરપિંડી કર્યાનો ગુનો નોંધાયો હતો.

અગાઉ એક્સિસ બેંકના એટીએમને ટાર્ગેટ કરતી ગેંગ ઝડપાઈ હતી
સપ્ટેમ્બર મહિનામાં સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ટેક્નિકલ સર્વેલન્સ, સીસીટીવી અને હ્યુમન ઈન્ટેલિજન્સ સોર્સીસ દ્વારા એટીએમ ક્લોન કરી છેતરપિંડી કરતી ગેંગના 5 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ ગેંગ બિહારથી દિલ્હી અને દિલ્હીથી સુરત ફ્લાઈટ મારફતે આવતા હતા અને શહેરના ડિંડોલી, ઉધના, લિંબાયત, સચિન જીઆઈડીસી, પાંડેસરા, પુણા વિસ્તારમાં આવેલા એક્સિસ બેંકના એટીએમને નિશાન બનાવતા હતા. ત્યારબાદ રૂપિયા ઉપાડવા આવતા લોકોના એટીએમ ક્લોન કરી દિલ્હીના ફિરોજપુર જઈ રૂપિયા ઉપાડી લેતા હતા. તેઓએ સુરત શહેર સાથે મુંબઈ, દિલ્હી, બિહાર, ઝારખંડ, ઉતરપ્રદેશ સહિતના રાજ્યોમાં પણ આ રીતના ગુના આચર્યા હતા.