તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:મહિલાના ક્રેડિટકાર્ડથી બીજાનું બિલ ભરનાર જામતારા ગેંગના 2 ઝડપાયા

સુરત18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કતારગામની મહિલાના રૂ. 21 હજાર ટ્રાન્સફર કર્યા હતા

કતારગામમાં એક મહિલાના ખાતામાંથી ઓનલાઈન રૂપિયા ટ્રાન્સફર કરીને અન્યનું વીજળીનું બીલ ભરીને છેતરપિંડી કરનારી ઝારખંડની જામતારા ગેંગના બે સાગરિતોની કતારગામ પોલીસે ધરપકડ કરી છે.

કતારગામ પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર, કતારગામમાં નારાયણ નગરમાં અક્ષરધામ એપાર્ટમેન્ટમાં રહેતી પ્રિયંકા અરૂણ ભટ્ટાચાર્ય વેસુની સ્કૂલમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવે છે. એપ્રિલ મહિનામાં અજાણ્યાએ પ્રિયંકાને ફોન કરીને તમારા ક્રેડિટ કાર્ડમાં ત્રણ વાઉચર આપવામાં આવે છે.

તેને એક્ટિવ કરવા માટે તમારા ફોનમાં ઓટીપી આવશે તે જણાવજો એવું કહેતા પ્રિયંકાએ તે ઓટીપી આપતા તેમના ખાતામાંથી ઓનલાઈન રૂપિયા ટ્રાન્સફર થઈ ગયા હતા. આ રૂપિયાથી બે અલગ-અલગ ગ્રાહકોનું વીજળીનું બીલ ભરાયું હતું. કુલ 21873 રૂપિયાની છેતરપિંડી થઈ હતી.

પ્રિયંકા ભટ્ટાચાર્યએ કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી. આ કેસમાં આઈપી એડ્રેસથી આરોપીઓ સુધી પોલીસ પહોંચી હતી. પોલીસે આરોપીઓ કેવલકુમાર શૈલેશ પટેલ (રહે. સ્વીટ હાઉસ,રજવાડી પાર્ટી પ્લોટ પાસે, કોસાડ અને કિરણ ધરમશીભાઈ લવાણી (રહે. અક્ષરદીપ સોસાયટી, સિંગણપોર ચાર રસ્તા)ની ધરપકડ કરી છે. બંને આરોપીઓ મૂળ ઝારખંડના જામતારા ગેંગ સાથે સંકળાયેલા છે.

અન્ય સમાચારો પણ છે...