તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરજનિષ્ઠતા:બે લેબ ટેક્નિશિયનોએ સ્વજન ગુમાવ્યા છતાં ડ્યુટી ચાલુ રાખી

સુરત22 દિવસ પહેલા
  • કૉપી લિંક
વર્ષાબેન પટેલ અને દિવ્યાબેન પટેલ - Divya Bhaskar
વર્ષાબેન પટેલ અને દિવ્યાબેન પટેલ
  • બંને લેબ ટેક્નિશિયન 8 વર્ષથી સિવિલમાં ફરજ બજાવે છે, કોરોનામાં રજા નથી લીધી

સિવિલના માઈક્રોબાયોલોજી વિભાગની કોવિડ ટેસ્ટિંગ લેબમાં ફરજ બજાવતા ટેક્નિશિય દિવ્યાબેન પટેલ અને વર્ષાબેન પટેલે કોરોના દરમિયાન સંક્રમિત થયેલા સ્વજનોને ગુમાવ્યાં છતાં પણ નિધનના ત્રીજા દિવસે ફરજ પર હાજર થયા હતા. સિવિલમાં 8 વર્ષથી લેબ ટેક્નિશિયન તરીકે ફરજ બજાવતા દિવ્યાબેને જણાવ્યું હતું કે, ‘મારા પરિવારનો મંત્ર છે કે, ખરા સમયે સેવા કરવી એ જ સાચી સેવા.’ કોરોના દરમિયાન રજા લીધા વિના ફરજ નિભાવી છે. હું અને મારા પરિવારના સભ્યો સંક્રમિત થયા હતાં. કોરોનાને હરાવી તરત ફરજમાં જોડાઈ ગઈ હતી. દરમિયાન મારા પાલક પિતાનું કોરોનાથી નિધન થયું હતું.

એમના અંતિમક્રિયાના ત્રીજા દિવસે દિવસે હું ફરજ પર હાજર થઇ હતી. અન્ય મહિલા લેબ ટેક્નિશિયન વર્ષાબેને જણાવ્યું હતુ કે, ‘ 8 વર્ષથી આ લેબ ટેક્નિશિયન તરીકે ફરજ બજાવી રહી છું. મેં કોરોના દરમિયાન રજા લીધા વગર ફરજ બજાવી છે. મારો આખો પરિવાર સંક્રમિત થયો હતો અને એમાં મારા નંણદનું અવસાન પણ થયું હતું. પરિવારની સાથે હું પણ ખૂબ જ દુખી હતી પરંતુ સિવિલને મારી જરૂર હતી જેથી ત્રણ દિવસમાં ફરજ પર હાજર થઈ ગઈ હતી. પરિવારે હંમેશા સાથ સહકાર આપી વિપરીત સ્થિતિમાં કામ કરવાનો ઉત્સાહ વધાર્યો છે.

અન્ય સમાચારો પણ છે...