સુવિધા:સુરતમાં રૂ.100 કરોડના ખર્ચે બે કોવિડ હોસ્પિટલ તૈયાર કરાશે, આઠ દિવસમાં પહેલી હોસ્પિટલ ચાલુ થશે: વિજય રૂપાણી

સુરત2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • એક મહિનામાં બીજી હોસ્પિટલ પણ કાર્યરત થઇ જશે
  • સુરતને 200 વેન્ટિલેટર ફાળવવામાં આ‌વશે જે બે દિવસમાં જ ઇન્સ્ટોલ કરી દેવાશે

સુરતને અજગરી ભરડામાં લઇ રહેલા કોરોનાના સંક્રમણને ધ્યાને લઇનેને શનિવારે રાજ્યાના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ઉપ મુખ્યમંત્રી નિતીન પટેલ સુરતની મુલાકાતે આવ્યા હતા. અઠવાલાઇન્સ સ્થિતિ જિલ્લા સેવાસદન ખાતે અગ્રસચિવ, જિલ્લા કલેકટર, મનપા કમિશનર તથા અધિકારીઓ અને ડોકટરો સાથે બેઠક કરી કોરોનાને કાબુમાં લેવા માટે એક્શન પ્લાન બનાવ્યો છે. જેમાં ખાસ કરીને નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલા સ્ટેમસેલ હોસ્પિટલ અને કિડીની હોસ્પિટલમાં રૂ.100 કરોડના ખર્ચે બે કોવિડ હોસ્પિટલ બનાવવાની જાહેરાત કરી છે.

સિવિલ હોસ્પિટલમાં 200 જેટલા વેન્ટિલેટર મોકલી આપવામાં આવશે
મુખ્યમંત્રીએ જણાવ્યું હતુંકે, આ બે પૈકી સ્ટેમસેલ કોવિડ હોસ્પિટલ 8 થી 10 દિવસમાં તૈયાર થઇ જશે. જ્યારે કિડની હોસ્પિટલમાં કોવિડ હોસ્પિટલ એક મહિનામાં બનાવીને કાર્યરત કરી દેવામાં આવશે. જ્યારે આજે શનિવારે સાંજ કે રવિવાર સુધીમાં સુરત સિવિલ હોસ્પિટલમાં 200 જેટલા વેન્ટિલેટર મોકલી આપવામાં આવશે. જે સોમવાર સુધી ઇનસ્ટોલ કરી નાખવામાં આ‌વશે.

ધનવંતરી રથથી અમદાવાદમાં સ્થિતિ સુધરી, સુરતમાં પણ લોકો લાભ લે: CM
પાલિકાએ તમામ ઝોન વિસ્તારોમાં ધનવંતરી રથ ફેરવી રહ્યું છે પ્રત્યેક ઝોન દિઠ 20 જેટલા ધનવંતરી રથો દ્વારા સારવાર દવા આપવામાં આવે છે. મુખ્યમંત્રી વિજય રૂપાણઈએ જણાવ્યું હતું કે, ધનવંતરી રથથી અમદાવાદમાં સ્થિતિમાં સુધારો આવ્યો છે. સુરતમાં પણ તેનો વધુને વધુ પ્રચાર પ્રસાર કરવામાં આવે, તમામ વિસ્તારો આવરી લેવામાં આવે લોકો તેનો વધુ લાભ લે.

અન્ય સમાચારો પણ છે...