આંગડિયા પેઢીમાં કામ કરતા કાકા સસરા સાથે ઓળખાણ હોવાની વાત કરી 2 ગઠીયાઓએ ફાસ્ટફુટના વેપારી પાસેથી યુએસડીટી નામની ક્રિપ્ટોકરન્સી ટ્રાન્સફર કરાવી 43.52 લાખનનો ચૂનો ચોપડ્યો હતો. સાયબર ક્રાઇમે સીમકાર્ડ આધારે રાજકોટના ભંગારના બે વેપારીઓને રાજકોટથી ઝડપી પાડયા છે. પકડાયેલામાં હિરેન અશ્વિન લિંબાસીયા(26)( રાજારામ સોસા,રાજકોટ) અને પ્રવિણ શાંતિલાલ થાનકી(30)(ઓસ્કાર ગ્રીન સિટી,રૈયા રોડ, રાજકોટ) બન્ને મિત્રો છે.
ફાસ્ટફુટના વેપારીને 43.52 લાખનનો ચૂનો ચોપડ્યો
બંને આરોપીને કોર્ટએ 2 દિવસના રિમાન્ડ આપ્યા છે. પોલીસે જણાવ્યું કે હિરેન લિંબાસીયાએ તેનું સીમકાર્ડ પ્રવિણ થાનકીને આપ્યું હતું. જે પ્રવિણે પાછું ધર્મેશ ઉર્ફે ધમો ચૌહાણને આપ્યું હતું. વળી ધર્મેશે તે સીમકાર્ડ તેના સાળા ડોડિયાને આપ્યું હતું. સૂત્રધાર સાળા-બનેવી છે. ધર્મેશ અને જયદીપસિંહ પકડાય પછી રોકડ કબજે થઈ શકે તેમ છે. અડાજણમાં આંગડિયાની ઓફિસમાં જયદીપસિંહ અવાર નવાર આવતો હતો. આથી વેપારીના કાકા સસરા સાથે જયદીપસિંહની ઓળખાણ થઈ હતી.
ભંગારના બે વેપારીઓને રાજકોટથી ઝડપી પાડયા
આજ ઓળખાણમાં ગઠીયાએ કાકા સસરાને ક્રિપ્ટોકરન્સી બાબતે વાત કરી હતી. આથી વેપારીએ ભત્રીજો આ કામ કરતો હોવાનું કહી વાત કરાવી હતી. વેપારીએ ગઠીયાની વાતમાં વિશ્વાસ કરી 50 હજાર USDT ટ્રાન્સફર કરી દીધી હતી. જયારે ક્રિપ્ટોકરન્સીની 43.52 લાખની રકમ લેવા માટે વેપારીને પહેલા રાંદેર પછી મહિધરપુરા બોલાવી બાદમાં ફોન બંધ કરી દીધો હતો. યુએસડીટી નામની ક્રિપ્ટોકરન્સી જયદીપસિંહના બેંક ખાતામાં ટ્રાન્સફર થઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.