ફરિયાદ:સરથાણા, ગોડાદરામાં દુષ્કર્મના બે બનાવ માર્કેટિંગ ફ્રેન્ચાઇજીના માલિકનો યુવતી પર અને કાપડ દલાલનો પરિણીતા પર રેપ

સરથાણાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સમાધાન ન કરે તો માલિકે પતિ-પત્ની બંનેને જાનથી મારી નાંખવાની ધમકી આપી

સરથાણા વિસ્તારમાં માર્કેટિંગ ફ્રેન્ચાઇઝીના માલિકે પોતાને ત્યાં નોકરી કરતી યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો. ત્યાર બાદ તેણીને સમાધાન કરી લેવા દબાણ કર્યું હતું. કાપોદ્રા વિસ્તારમાં 26 વર્ષિય મોહિની( નામ બદલ્યું છે) પતિ સાથે રહે છે. થોડા મહિના પહેલા સરથાણામાં અમેઝિંગ સ્ટાર યસબીઝ માર્કેટિંગ પ્રા.લિ. તથા સ્વદેશીમંત્રા માર્કેટિંગ પ્રા.લિ.નામની નેટવર્કિંગ માર્કેટિંગ ફ્રેચાઇઝીની ઓફિસમાં નોકરીએ લાગી હતી. ફ્રેન્ચાઇઝીનો માલિક શૈલેશ બોધરા છે. 10 મી તારીખે મોહિની ઓફિસમાં એકલી હતી ત્યારે ધમકી આપી બળાત્કાર ગુજાર્યો હતો. ત્યાર બાદ શૈલેશે મોહિનીને ધમકી પણ આપી હતી. ત્યારે તો મોહિની ઘરે ચાલી ગઈ ત્યાં તેણીએ પતિને તમામ હકિકત જણાવી હતી. ત્યાર બાદ શૈલેેષ મોહિનીને વારંવાર ફોન કરીને સમાધાન કરી લેવા ધમકી આપતો હતો. જો સમાધાન નહીં કર્યું તો પતિ-પત્ની બંનેને મારી નાખવાની ધમકી આપી હતી. ગભરાયેલી મોહિનીએ શનિવારે પતિ સહિતના પરિવારજનો સાથે સરથાણા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.આરોપી હજુ પકડાયો નથી.

અન્ય સમાચારો પણ છે...