તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Two Hospitals On Ring Road Reconciled And Returned The Money To The Complainant After It Was Reported That Millions Of Rupees Had Been Laundered In Corona.

પાલિકાની કમિટી હોસ્પિટલની તપાસ કરે તે પહેલા જ સમાધાન:કોરોનામાં લાખો ખંખેર્યાની ફરિયાદ થઈ હોવાની જાણ થતાં રિંગ રોડની બે હોસ્પિટલે બારોબાર સમાધાન કરી ફરિયાદીને નાણાં પાછાં આપી દીધાં

સુરત19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • દર્દી પાસે રૂ. 1.75 લાખનું બિલ લેનારી હોસ્પિટલે 20 હજાર પરત કર્યા, બીજી હોસ્પિટલે 1.50 લાખની સામે 7.5 હજાર પાછા આપ્યા

કોરોનામાં દર્દીઓ પાસેથી બેફામ રૂપિયા વસૂલનારી ખાનગી હોસ્પિટલોની સંખ્યાબંધ ફરિયાદો પાલિકાને મળી રહી છે. પાલિકાએ બનાવેલી કમિટિની બુધવારે મિટિંગ મળી હતી. આ મિટિંગ મળે તે પહેલા બે દર્દીઓનો સંપર્ક કરી હોસ્પિટલોએ બારોબાર સમાધાન કરી લીધું હતું. એક દર્દીએ સામેથી કમિટિનો સંપર્ક કરી ફરિયાદ પાછી ખેંચી હતી તો બીજા બીજા દર્દીને કમિટિએ પૂછ્યું ત્યારે તેણે સમાધાન થયાનું જણાવ્યું હતું. કોરોનાકાળમાં ખાનગી હોસ્પિટલોએ દર્દીઓ પાસેથી લાખો રૂપિયા પડાવ્યા હોવાની 18 જેટલી ફરિયાદો કમિટીને મળી છે. જેમાં એક હોસ્પિટલે તો સુપ પીવડાવવાનો એક દિવસનો ચાર્જ રૂપિયા એક હજાર તો પીપીઈ કિટનો ચાર્જ પણ દૈનિક આઠ હજાર વસુલ્યો હોવાની ફરીયાદ થઈ છે.

આ સહિતની તમામ ફરિયાદો અંગે હજુ કમિટી દ્વારા તપાસ કરાશે. ફરિયાદ કમિટીના સભ્ય ડો.પ્રદિપ ઉમરીગર, ડો.વિપુલ શ્રીવાસ્તવ, ડો.પ્રશાંત દેસાઈ, મહેન્દ્ર ચૌહાણ, વ્રજેશ ઉનડકટ અને ધર્મેશ ભાલાળા દ્વારા પ્રથમ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અલગ અલગ નિર્ણય કરવામાં આવ્યો હતો કે, હવે ફરિયાદી પાલિકાની મુખ્ય કચેરી સિવાય ઝોન ઓફિસમાં પણ ફરિયાદ કરી શકશે.

ફરિયાદીને કમિટીએ બોલાવ્યા તો કહ્યું, અમારું સમાધા
1 એક દર્દીને રિંગ રોડની હોસ્પિટલે રૂ. 1.75 લાખનું બિલ પકડાવ્યું હતું. આ દર્દીએ કમિટિ સમક્ષ ફરિયાદ કરી અને પછી હોસ્પિટલે દર્દી સાથે સમાધાન કરી લઈ દર્દીને રૂ. 20 હજાર પાછા આપ્યા હતા.
2 અન્ય એક દર્દી પાસે રિંગ રોડની જ હોસ્પિટલે રૂ. 1.50 લાખ વસૂલ્યા હતા. આ દર્દીએ કમિટિ સમક્ષ ફરિયાદ કરતા હોસ્પિટલે રૂપિયા 7.5 હજાર પાછા આપી દીધા હતા.ન થઈ ગયું છે.

વધારાના બિલ અને ઈન્સ્યોરન્સની ફરિયાદ હવે ઝોન ઓફિસમાં કરી શકાશે
કોરોનાના હોસ્પિટલના બિલને લઈને કોઈ પણ વ્યક્તિને ફરિયાદ હોય કે, પછી ઈન્સ્યોરન્સને લગતી ફરિયાદ હોય તો હવે ફરિયાદીએ સુરત કોર્પેરેશનની મેઈન ઓફિસ ખાતે ધક્કો ખાવો નહીં પડે. જે તે ઝોન ઓફિસમાં મેડિકલ ઓફિસરને ફરિયાદ માટે અરજી કરી શકશે. અરજી સાથે હોસ્પિટના બીલ અને જો મેડિક્લેઈમની ફરિયાદ હોય તો અરજીમાં ઈન્શ્યોરન્સની કોપી પણ આપવાની રહેશે.

25%નો ભાવવધારો પરત ખેંચવા દરખાસ્ત
કોરોનાકાળમાં હોસ્પિટલો દ્વારા દર્દીઓ પાસેથી બેફામ લૂંટ ચલાવવામાં આવી હતી. જેથી હોસ્પિટલો વધારે ચાર્જ વસૂલે નહીં તે માટે રાજ્ય સરકાર દ્વારા હોસ્પિટલની સારવાર માટેના ભાવો નક્કી કરવામાં આવ્યા હતાં. રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા ભાવો શહેરની ખાનગી હોસ્પિટલોને પોસાય તેમ ન હોવાથી એસએમસી દ્વારા વચ્ચેનો રસ્તો કાઢવામાં આવ્યો હતો. જેમાં એસએમસી દ્વારા રાજ્ય સરકારે જે ભાવ વધારો કરવામાં આવ્યો હતો તેમાં 25 ટકા વધારે ચાર્જ લેવા માટે શહેરની ખાનગી હોસ્પિટલોને મંજૂરી આપવામાં આવી હતી.

પરંતુ હવે શહેરની મોટાભાગની હોસ્પિટલો દ્વારા કોરોનાની સારવાર કરવામાં આવે છે ત્યારે ફરિયાદ કમિટી દ્વારા સ્ટેન્ડિંગ કમિટિમાં રજૂઆત કરવામાં આવી છે કે, એસએમસી દ્વારા જે 25 ટકા ભાવ વધારો કરવામાં આવ્યો હતો તે હવે રદ કરવામાં આવે.

અન્ય સમાચારો પણ છે...