તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:ઉનથી ચોરીના 66 મોબાઈલ સાથે બે રીઢા ચોર ઝડપાયા

સુરત21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આરોપી સસ્તામાં ગ્રાહકોને ફોન વેચતા હતા

ઉન પાટિયાથી ક્રાઇમ બ્રાંચે સાડા ત્રણ લાખથી વધુની કિંમતના ચોરીના 66 ફોન સાથે બે રીઢા આરોપીને ઝડપ્યા હતા. ક્રાઈમ બ્રાંચને માહિતી મળી હતી કે ચોરીના ફોન વેચનારાઓ ઉન પાટિયા પાસે અલીમા રેસિડેન્સી નજીક સંજયનગર સોસાયટીમાં ભેગા થયા છે. જેથી ક્રાઈમ બ્રાંચે પહોંચી અઝરૂદ્દીન ઉર્ફ બાણુ ઉર્ફ અઝહર કાલીયો નસરૂદ્દીન શેખ(રહે. ભેસ્તાન આવાસ) અને મોહસીન ઉર્ફ સલમાન હકીમ પઠાણ(રહે. સંજયનગર સોસાયટી, ઉન પાટિયા)ને ઝડપી પાડ્યો છે. તેમની પાસે ચોરીના 66 ફોન કબજે કર્યા છે. ફોનની કિંમત 3,53,500 છે. મોહસીન પોતે મોબાઈલ રિપેરિંગનું કામ કરે છે. ચોરીના ફોન લઈને ગ્રાહકોને સસ્તામાં વેચે છે.

ચાલકો સાથે ઝઘડો કરી ફોન ચોરતા હતા
આરોપીઓ તેમના સાગરિતો સાથે મળી રાહદારીઓના હાથમાંથી ફોન સ્નેચિંગ કરતા હતા. કોઈ પણ રીતે વાહનચાલક સાથે ઝઘડો કરી તેની નજર ચૂકવી ફોન ચોરી કરતા હતા. કેટલીક વખત રિક્ષામાં પેસેન્જરની નજર ચૂકવી તેમની પાસેથી મોબાઈલ ફોન ચોરી કરતા હતા. પોલીસે આરોપીઓ પાસેથી 66 ફોન કબજે કર્યા છે પરંતુ ફરિયાદ માત્ર 10 ફોનની દાખલ કરાઈ છે. આરોપી મોહસીન ખાન આ પહેલા પાંડેસરા,ઉધના અને ઉમરામાં ફોન ચોરીમાં પકડાઈ ગયો છે.

અન્ય સમાચારો પણ છે...