તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભેદ ઉકેલાયો:​​​​​​​સુરતના ડિંડોલીમાં રાત્રિના સમયે ચોરી કરતા બે રીઢા ચોર ઝડપાયા, આરોપી પાસેથી રોકડ અને મુદ્દામાલ કબ્જે કરાયા

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પોલીસે બન્ને આરોપીઓને ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. - Divya Bhaskar
પોલીસે બન્ને આરોપીઓને ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
  • ડિંડોલીની પ્રિયંકા સોસાયટીમાં ત્રાટકીને ચોરીને અંજામ આપનારા ઝડપાયા

ડિંડોલી વિસ્તારમાં આવેલી પ્રિયંકા સોસાયટીમાં 30મી ડિસેમ્બર 2020ના રાત્રિના સમયે ચોરીનો બનાવ બન્યો હતો. તસ્કરોએ રાત્રિના સમયે સોસાયટીના અલગ અલગ મકાનમાં ત્રાટકીને ચોરીનો પ્રયાસ કર્યો હતો. જેમાં એક મકાનમાંથી રોકડા રૂપિયા, લેપટોપ, મોબાઈલ સહિતની વસ્તુઓની ચોરી કરવામાં આવી હતી. આ તસ્કરોને ક્રાઈમ બ્રાંચની ટીમે બાતમીના આધારે ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ટેક્નિકલ સર્વેલન્સના આધારે ઝડપાયા
ક્રાઈમ બ્રાંચના માર્ગદર્શન મુજબ ઘરફોડ સ્કવોડે ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે પાંડેસાર જીઆઈડીસીના પીટી ડાઈંગ મીલ પાસેના તુલસી રેસ્ટોરન્ટ પાસેથી સુજીત ઉર્ફે સુનિલ ઉમાશંકર ઉર્ફેબાબુ બિંદ(ઉ.વ.આ.20) રહે. બિલ્ડીંગ નં. 38 રૂમ નં 13 ગણેશ નગર વડોદગામ પાંડેસરા, મૂળ રાયપુર ચોર થાના સીસાગર પોષ્ટ સાસારામ રોહતાસ (બિહાર) તથા બાબુરાજ ઉર્ફેબાબુ હકીમુદ્દીન શેખ (ઉ.વ.આ.23) બિલ્ડીંગ નં.38 રૂમ નંબર 13 ગણેશનગર વડોદ ગામ પાંડેસરા મૂળ ગામ ઘેવર થાના રાવઅષ્ટ ગંજ સોનભદ્ર (યુ.પી.)ને ઝડપીલીધા હતાં.

મોબાઈલ રોકડ મળી આવ્યા
પકડાયેલા બન્ને આરોપીઓ પાસેથી પોલીસે સેમસંગ મોાઈ ફોન નંગ 1 તથા રોકડા 9300 કુલ મળીને 16300ની મત્તા કબ્જે કરી હતી. આરોપીઓની પૂછપરછમાં તેમણે જણાવ્યું હતું કે, આરોપી સુજીત ઉર્ફે સુનિલ અગાઉ પણ ઘરફોડ ચોરીના ગુનામાં પકડાયો હતો. બન્નેએ સાથે મળીને 30મી ડિસેમ્બર 2020ના રોજ પ્રિયંકા સોસાયટીના જુદા જુદા મકાનોમાં પ્રવેશી ચોરી કરી હતી. તે ચોરીમાં એક બેગમાં લેપટોપ, રોકડા રૂપિયા 45 હજાર તથા બીજા મકાનમાંથી મોબાઈલ ફોન મળેલો. ચોરીનો ભાગ પાડીને 10 હજાર સુજીતને તથા 10 હજાર બાબુ શેખને આપ્યા હતાં.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

વધુ વાંચો