કાર્યવાહી:વાસણની દુકાનની આડમાં ગેસ રિફિલિંગ કરનારા 2 ઝડપાયા

પલસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પલસાણામાં રાંધણ ગેસના કાળાબજાર પર કાર્યવાહી યથાવત

પલસાણા મામલતદારની ટીમે પલસાણાની એક સોસાયટીમાં બે અલગ અલગ વાસણની દુકાનની આડમાં ગેરકાયદેસર રીતે ગેસ રીફીલિંગ કરતા ઝડપી પાડયા હતા. તેમજ રીફીલિંગની દુકાને ગેસની બોટલ આપવા આવેલા ટેમ્પાને પણ 20 ગેસની બોટલ સહિત સિઝ કરવામાં આવ્યો હતો.

મળતી વિગતો મુજબ હાલ થોડા દિવસથી પલસાણામાં ગેસના કાળા બજાર કરનારા ઓ પર તવાઈ જોવા મળી હતી. છેલ્લા કેટલાક દિવસમાં કડોદરા પોલીસ મથકમાં એકપછી એક બે ગેસ રીફીલિંગના કેસ કર્યા હતા. જે બાદ મંગળવારે પલસાણા મામલતદારે પલસાણાના પરવેઝ પાર્કમાં જય અંબે વાસણ ભંડાર નામના એક દુકાન તેમજ અન્ય એક વાસણની દુકાનની આડમાં ગેસ રીફીલિંગ કરનારાઓને ગેસ રિફીલિંગ કરતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા.

મામલતદાર બને દુકાન માંથી 5 કિલોની બોટલો તેમજ રાંધણ ગેસના સબસિડી વાળા બાટલા તેમજ 19 કોલોના કોમર્શિયલ ગેસનો બોટલો તેમજ વજન કાંટા મળી 50,700 નો મુદામાલ સિઝ કર્યો હતો તેમજ મામલતદારે જે સમયે રેડ કરી તે સમયે ગેસ રીફીલિંગ લરનારને ત્યાં બોટલ આપવા આવેલા 1.45 લાખની કિંમતનો ટેમ્પો અને તેમાં રહેલી 20 બોટલની સાથે ટેમ્પો સિઝ કરી બંને દુકાનદારો તેમજ ટેમ્પા ચાલક વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

અન્ય સમાચારો પણ છે...