તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Two Gangs Involved In Over Rs 500 Crore Scam Nabbed In Bangalore, Delhi, Uttarakhand And Across The Country Through Chinese App

મહા કૌભાંડી ઝડપાયા:ચાઇનીઝ એપ દ્વારા બેગ્લોર, દિલ્હી, ઉત્તરાખંડ તથા દેશભરમાં 500 કરોડથી વધુની છેતરપિંડી કરનારી ગેંગના બે સુરતથી ઝડપાયા

સુરત6 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુરતથી ઝડપાયેલા આરોપીઓએ બોગસ કંપની મારફતે નાણા ઉઘરાવતા હતાં. - Divya Bhaskar
સુરતથી ઝડપાયેલા આરોપીઓએ બોગસ કંપની મારફતે નાણા ઉઘરાવતા હતાં.
  • દેશભરમાંથી 11 આરોપી બાદ સુરત ખાતે બે આરોપીની પોલીસે કરી ધરપકડ

પાવર બેંક અને ઇઝેડ પ્લાન નામની ચાઇનીઝ એપ દ્વારા બેગ્લોર, દિલ્હી, ઉત્તરાખંડ તથા ભારતભરમાં અલગ અલગ લોકોને નાણા ડબલ કરવાની લાલચ આપીને 500 કરોડની છેતરપિંડી આચરવામાં આવી હતી. જે નાણા બોગસ કંપનીઓ ઉભી કરાવી જમા કરાવવામાં આવતા હતાં. આવી બોગસ કંપની સુરત શહેર ખાતે ઉભી કરનાર બે ઈસમોને સુરત સાઇબર ક્રાઇમની ટીમે ઝડપી પાડવામાં સફળતા મળી છે. ઓકે આ મામલે પહેલા પણ દિલ્લી ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારે 11 જેટલા આરોપીની પોલીસે ધરપકડ કરાઈ હતી.

ROZOR PAY માં પેમેન્ટ લેવાતું
સુરતમાં છેલ્લા કેટલાક સમયથી અલગ અલગ ઇસમો દ્વારા બોગસ કંપનીઓ ઉભી કરવામાં આવેલ અને તેનું ROZOR PAY માં પેમેન્ટ એગ્રીગેટર તરીકે રજીસ્ટર કરી એકાઉન્ટ બનાવી તેમાં ગેમીંગ, ઇ કોમર્સ અને સોશીયલ પ્લેટફોર્મ્સનું પેમેન્ટ આવવાનું જણાવેલ હતું.જે ગેમીંગ, ઇ-કોમર્સ અને સોશિયલ પ્લેટફોર્મ્સના બદલે તેઓના એકાઉન્ટમાં ગુગલ પ્લે સ્ટોરની પાવર બેંક એપ્લિકેશનના માધ્યમથી ઇન્વેસ્ટમેન્ટ પર દૈનિક ધોરણે મુદ્દલ ઉપર વ્યાજ આપવાના બહાને રોકાણ કરાવી કસ્ટમર પાસેથી પૈસા ભરાવેલ હતા.જેમાં આશરે પાંચ લાખ જેટલા કસ્ટમરો સાથે કરોડો રૂપીયાની છેતરપિંડી આચરવામાં આવી હતી.

ટેક્નિકલ સર્વેલન્સના આધારે ઝડપાયા
સુરત ખાતે પણ આવી બોગસ કંપની ઉભી કરી લોકો સાથે છેતરપિંડી કરવાની સતત ફરિયાદ સામે આવતા સાઇબર ક્રાઇમની ટીમ દ્વારા ટેક્નિકલ સર્વેલન્સ આધારે તપાસ કરી આ ગુન્હામાં સંડોવાયેલા આરોપીઓ વિજયભાઇ છગનભાઇ વણઝારા જે મૂળ હે.ગામ - પીપલોદ તા.દેવગઢ બારીયા જી.દાહોદ સુરત માં 305 , સુમન શ્વેત , ઓ.એન.જી.સી. નગરની સામે , મગદલ્લા રોડ અને તેની સાથે જય અશોકભાઇ પારેખ જે મૂળ રહે.ગામ - ભમધરા તા.જી.ભાવનગર અને હાલમાં સુરતમાં 210, રીવર હાઇટ્સ, પરમ રો હાઉસની પાસે, તાપી રીવર ફ્રન્ટની સામે, અડાજણ પોલીસે ઝડપી પાડવામાં સફળતા મળી હતી. આરોપીઓને બેંગ્લોર સીટી, સી.આઇ.ડી, સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓને સોંપવામાં આવેલ છે .

દેશભરમાં છેતરપિંડી થઈ છે
આ બાબતે દિલ્હી, સાયબર સેલ ખાતે પણ ગુન્હો દાખલ કરવામાં આવેલ છે. જે ગુન્હામાં કુલ11 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે. ગુનાની એમ.ઓ. આ કામે દિલ્હી સાયબર સેલ ખાતે પકડાયેલા આરોપીઓ દ્વારા પાવર બેંક તથા ઇઝેડ પ્લાન નામની ચાઇનીઝ એપ બનાવવામાં આવેલ જે ચાઇનીઝ એપ દ્વારા દેશના લાખો લોકોને નાણા ડબલ કરવાની લાલચ આપીને પાંચ લાખ જેટલા લોકો સાથે કરોડો રૂપીયાની છેતરપીંડી આચરવામાં આવેલ હતી . જેમાં નાણા ટ્રાન્સફર કરવા માટે બોગસ કંપનીઓ બનાવવામાં આવેલ અને તેઓના નામના એકાઉન્ટ રજીસ્ટર કરવવામાં આવેલ હતા અને આ બોગસ કંપનીઓના એકાઉન્ટમાં નાણા ટ્રાન્સફર કરાવવામાં આવતા હતા અને તે એકાઉન્ટોમાંથી મુખ્ય આરોપીઓને નાણા મોકલવામાં આવતા હતાં.જોકે સુરત સાઇબર ક્રાઇમની ટીમને મોટી સફળતા મળતા આ ઈસમો દ્વારા દેશ ભરમાં 500 કરોડ કરતા વધુનો ચૂનો ચોપડવામાં આવ્યા હોવાનું પણ સમયે સામે આવ્યુ છે .