તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચેઇન સ્નેચીંગ:રિંગરોડ પર નાઇટવોક કરતા યુવકની ચેઈન તોડી બે ફરાર

સુરત18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કડીવાલા સ્કૂલ નજીક બદમાશોનો આતંક
  • સ્નેચરને પકડવામાં યુવક 60 મીટર ઘસડાયો

રિંગરોડ કડીવાલા સ્કૂલ પાસે ભરચક વિસ્તારમાંથી રાત્રે સાડા નવેક વાગ્યાના અરસામાં બે ચેઇન બાઇક પર આવેલા સ્નેચરો યુવકની બોચી પકડી પહેરેલી બે તોલાની ચેઇન તોડી ભાગી ગયા હતા. શરૂઆતમાં ચેઇન તૂટી ન હતી. બાદમાં ચેઇન તોડી ભાગતા બદમાશને પકડવામાં યુવક 50થી 60 મીટર સુધી ઘસડાયો હતો. જેથી તેના બન્ને પગોમાં ઈજા થઈ હતી. જોકે, ભાગી ગયા હતા.

સગરામપુરા ઈચ્છા મહેતાની શેરીમાં રહેતા અને હીરામાં નોકરી કરતા 36 વર્ષીય પ્રજ્ઞનેશ ગૌતમ દાળવાલા 7મી તારીખે રાત્રે 9.30 વાગ્યાના અરસામાં મિત્ર સાથે ચાલવા નીકળ્યા હતા. દરમિયાન રિંગરોડ કડીવાલા સ્કૂલની પાસે બાઇક પર આવેલા બે બદમાશોએ તેની બોચી પકડી ગળામાં પહેરેલી બે તોલાની સોનાની ચેઇન રૂ. 70 હજારની કિંમતની તોડવા આવ્યા હતા.

શરૂઆતમાં ચેઇન તૂટી ન હતી. બન્ને ચેઇન સ્નેચરો ચેઇન તોડી બાઇક પર ભાગતા હતા. એટલામાં યુવકે પાછળ બેઠેલા બદમાશને પકડવામાં 50થી 60 મીટર સુધી રોડ પર ઘસડાયો હતો. છતાં બન્ને હાથમાં આવ્યા ન હતા. આરોપીઓ ઉધના દરવાજા તરફ ભાગી ગયા હતા. બન્ને યુવકની રેકી કરી બાદમાં ચેઇન તોડી હતી. ચીલ ઝડપની ઘટના મામલે ખટોદરા પોલીસે ચેઇન સ્નેચીંગનો ગુનો નોંધી સીસીટીવી કેમેરાના આધારે તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...