• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Two Feet More Water Than The Rule Level In Ukai Dam, 50 Thousand Cusecs Of Water Started To Be Released In Tapi River As Water Revenue Increases.

ત્રણ દરવાજા ખોલાતા એલર્ટ:ઉકાઈ ડેમમાં રૂલ લેવલથી બે ફૂટ વધુ પાણી, પાણીની આવક વધતા તાપી નદીમાં 50 હજાર ક્યુસેક પાણી છોડવાનું શરૂ

સુરત2 મહિનો પહેલા
ઉકાઈ ડેમનું રુલ લેવલ જાળવવા વહીવટી તંત્ર એલર્ટ. - Divya Bhaskar
ઉકાઈ ડેમનું રુલ લેવલ જાળવવા વહીવટી તંત્ર એલર્ટ.

ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે. ઉપરવાસમાં અવિરતપણે વરસાદ વરસતા ઉકાઈ ડેમની સપાટી 334.84 ફૂટ નોંધાય છે. ઉકાઈ ડેમમાં પાણીની આવક વધતા વહીવટી તંત્ર દ્વારા જેટલું પાણી આવી રહ્યું છે તેટલું જ પાણી છોડવામાં આવી રહ્યો છે. હાલ ઉકાઈ ડેમના 3 દરવાજા 3 ફૂટ ખોલી 50 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

ઉકાઈ ડેમનું 333 ફૂટ રુલ લેવલ
ઉકાઈ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં છેલ્લા બે દિવસથી વરસાદ વરસી રહ્યો હોવાને કારણે ઉકાઈ ડેમના જળસ્તરમાં વધારો થયો છે. વહીવટી તંત્ર દ્વારા ઉકાઈ ડેમનું રૂલ લેવલ 333 ફૂટ નક્કી કરવામાં આવ્યું છે. 333 ફૂટ કરતાં વધુ ઉકાઈ ડેમની સપાટી નોંધાય તો વહીવટી તંત્ર દ્વારા સાવધાનીપૂર્વક નિર્ણયો લેવાના શરૂ કરી દેવામાં આવે છે. હાલ ઉકાઈ ડેમની સપાટી 334.84 ફૂટ નોંધાય છે. રૂલ લેવલ કરતા બે ફૂટ જેટલી વધુ છે.

ડેમમાં પાણીની આવક જેટલી જ જાવક
ઉકાઈ ડેમમાં ઉપરવાસના વરસાદને કારણે પાણીની આવક નોંધપાત્ર રીતે વધી રહી છે. હાલ ઉકાઈ ડેમમાં ઇન્ફલો 50 હજાર ક્યુસેક નોંધાયો છે તેની સામે આઉટફ્લો 50 હજાર ક્યુસેક કરવામાં આવ્યો છે. ઉકાઈ ડેમના ત્રણ દરવાજા ત્રણ ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે. ઉકાઈ ડેમ તેના રુલ લેવલ કરતાં વધુ ભરાયો હોવાથી વહીવટી તંત્ર દ્વારા કોઈપણ પ્રકારનું જોખમ લેવાય તેવી સ્થિતિ નથી. જેને કારણે જેટલી ઉકાઇ ડેમમાં પાણીની આવક થઈ રહી છે એટલી જ જાવક પણ કરવામાં આવી રહી છે. જેથી કરીને ઉકાઈ ડેમનું જળસ્તર ભયજનક સપાટી તરફ આગળ ન વધે.

અન્ય સમાચારો પણ છે...