ઉમેદવારી:સુરતમાં ઉમેદવારી માટે બે દિવસ બાકી, હાલ 1 ફોર્મ ભરાયું

સુરત24 દિવસ પહેલા
  • કૉપી લિંક

વિધાનસભાની ચૂંટણીમાં ફોર્મ ભરવા માટે ગણતરીના બે દિવસ બાકી રહ્યા છે. છતાં હજુ સુધી ઉમેદવારોએ ફોર્મ ભરવા આવ્યા નથી. હાલ સુધીમાં માત્ર 1 ઉમેદવારે 2 ફોર્મ ભર્યા હતા. ગુરૂવારે વધુ 228 ફોર્મ લઇ ગયા હતા.

14મી નવેમ્બરે ઉમેદવારી નોંધાવાનો છેલ્લો દિવસ છે. જોકે, માત્ર એક ઉમેદવાર રામમુરત મોર્યાએ લિંબાયત વિધાનસભામાં પોતાની ઉમેદવારી નોંધાવી છે.તેમણે આ બેઠક માટે બે ફોર્મ ભર્યા છે. આ સિવાય ગુરૂવારે પણ કોઇ ઉમેદવાર ઉમેદવારી પત્ર ભરવા માટે આવ્યા ન હતા.

જ્યારે ગુરૂવારે વધુ વધુ ૨૨૮ ફોર્મ ગયા હતા. જેમાં સૌથી સુરત પૂર્વ આજે ૩૬ ફોર્મ લઇ ગયા હતા. હાલ સુધીમાં સુરત જિલ્લાની ૧૬ વિધાનસભા માટે કુલ 851 ફોર્મ ગયા હતા.જેમાં સુરત પૂર્વમાં સૌથી વધુ 106 ફોર્મ લઇ ગયા હતા. જ્યારે મહુવા વિધાનસભા બેઠક માટે 19 ફોર્મ ગયા હતા. ઓલપાડ માટે 59, માંગરોળ માટે 40, માંડવી માટે 40,કામરેજ માટે 40, સુરત ઉત્તર માટે 44, વરાછા માટે 36, કરંજ વિધાનસભા માટે ૫૯, લિંબાયત માટે 103, ઉધના માટે 80, મજુરા માટે 47, કતારગામ માટે 45, સુરત પશ્ચિમ માટે 44, ચોર્યાસી માટે 65, બારડોલી માટે 24, અને મહુવા વિધાનસભા માટે 19 ફોર્મ લોકો લઇ ગયા છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 14મી નવેમ્બર છે. શનિવારે અને રવિવારે રજા હોય ફોર્મ ભરવા માટે માત્ર બે દિવસ રહ્યા છે. ત્યારે આવતીકાલે ફોર્મ ભરવા માટે ઉમેદવારો દોડશે.

અન્ય સમાચારો પણ છે...