દેખાવો:સુરતમાં બેંકના ખાનગીકરણના વિરોધમાં બે દિવસની હડતાળ, કર્મચારીઓએ એકઠા થઈ સરકારના વિરોધમાં સુત્રોચ્ચાર કર્યા

સુરતએક મહિનો પહેલા
કર્મચારીઓએ એકઠા થઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું.
  • સંસદના શિયાળુ સત્રમાં સરકાર બેંકના ખાનગીકરણનો કરવા તરફ આગળ વધતા વિરોધ

કેન્દ્ર સરકાર દ્વારા ધીરે ધીરે તમામ બેંકનું ખાનગીકરણ કરવા તરફ આગળ વધવાની માનસિકતા દેખાઈ રહી છે. ઘણા સમય પહેલા પણ નેશનલાઈઝ્ડ બેંકોને મર્જ કરવાની તજવીજ હાથ ધરાઇ હતી. ત્યારે જ બેંકના કર્મચારીઓને શંકા હતી કે, આગામી દિવસોમાં સરકાર બેંકો અને વીમા કંપનીઓને ફરી એક વખત ખાનગીકરણ કરી દેશે, અને કેટલાક ઉદ્યોગપતિઓને તેનો લાભ કરાવશે. સામાન્ય પ્રજા ઉપર તમામ સર્વિસ ટેકસમાં વધારો થશે. અનેક લોકોની રોજગારી છીનવાઈ જશે. આ પ્રકારના અનેક મુદ્દાઓને લઈને બેંક કર્મચારીઓ સરકારના નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે.

કર્મચારીઓએ સરકારની નીતિઓનો વિરોધ કર્યો હતો.
કર્મચારીઓએ સરકારની નીતિઓનો વિરોધ કર્યો હતો.

બેંકો ઉદ્યોગગૃહોને સોંપવાનો તખ્તો-આક્ષેપ
સરકારે બજેટમાં બેંકો અને વીમા કંપનીઓને ખાનગી કરવાનું નક્કી કર્યું છે. સરકારે બેંકોનું ખાનગીકરણ કરવા માટે બંધારણમાં સુધારો કરવાની જરૂર પડશે. સરકારે શિયાળું સત્રમાં બેકિંગ રેગ્યુલેશન એક્ટ અને બેકિંગ કંપનીઝમાં સુધારો કરવા જઈ રહી છે. સરકાર હાલ સુધીમાં મોટાભાગના ઉદ્યોગગૃહો જેમણે બેંકના ધિરાણ ચૂકતે કર્યા નથી તેમને 70થી 95 ટકા સુધીની રકમના ધિરાણની ચૂકવણીમાં રાહત આપી રહી છે. હવે સરકારની યોજના મુજબ ઉદ્યોગગૃહોને બેંકો સોંપવાની યોજના ચાલી રહી છે. જે ઉદ્યોગગૃહોએ બેંકોના ધિરાણ પુરા ભર્યા નથી તેવા ઉદ્યોગગૃહોને બેંકોનો કારોબાર સોંપવાની વાત છે.

નવી ભરતી બંધ થઈ જશે, અનામત પ્રથા નાબૂદ થશે-આક્ષેપ
નવી ભરતી બંધ થઈ જશે, અનામત પ્રથા નાબૂદ થશે-આક્ષેપ

બેરોજગારી વધશે
યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયાના સેક્રેટરી વસંત બારોટે જણાવ્યું કે, 16 ડિસેમ્બરે ગુરુવાર, 17 ડિસેમ્બરે શુક્રવાર એમ બે દિવસ બેંકોની હડતાળ છે. 18 ડિસેમ્બરે શનિવારે બેન્કિંગ કામકાજ ચાલુ રહેશે, 19 ડિસેમ્બરને રવિવાર હોય બેંક બંધ રહેશે. હડતાળ અંગે યુનિયનના હોદ્દેદારોએ જણાવ્યું કે, હાલ બેન્કોમાં લગભગ વર્ષે 1 લાખ નવી ભરતી કરે છે તે બંધ થઈ જશે, અનામત પ્રથા નાબૂદ થશે, બેકારી અને બેરોજગારીમાં વધારો થશે. બેંક કર્મચારીઓ સરકારની આ પગલાનો વિરોધ કરી રહ્યાં છે. સરકારના આ પગલાંના વિરોધમાં 2 દિવસ હડતાળ પાડવામાં આવી રહી છે.