ક્રાઇમ:પાંડેસરામાં તરૂણીના દુર્ષ્કમ મુદ્દે બે નરાધમોની ધરપકડ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચપ્પુથી ડરાવી બા‌ળકી પર રેપ કર્યો હતો

પાંડેસરા મિલન પોઇન્ટ પાસે ઝાડી-ઝાખરામાં 16 વર્ષની તરૂણીને લઈ જઈ માર મારી ચપ્પુથી ડરાવી રેપ કર્યો છે. આ અંગે તરૂણીએ પાંડેસરા પોલીસમાં ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે અવિનાશ ઉર્ફે આકાશ રાજનસીંગ(20) અને આદર્શ જગદીશ મિશ્રા(21)(બન્ને રહે,પાંડેસરા)ની સામે છેડતી અને રેપનો ગુનો નોંધી ધરપકડ કરી છે.

પોલીસે જણાવ્યું કે, આરોપી અવિનાશ રાજનસીંગએ તરૂણી પર રેપ કર્યો હતો. જયારે આદર્શ મિશ્રાએ તરૂણીને ચપ્પુથી ડરાવી હતી. આરોપી અવિનાશની પત્નીનું અન્ય સાથે અફેર હોવાની વાત કબૂલાત કરાવવા તરૂણીને બન્ને લઈ ગયા હતા. બીજી તરફ પોલીસે જણાવ્યું કે આરોપી અવિનાશએ પત્નીને સાસુ સાથે રહેવાની વાત કરી હતી.

જો કે પત્નીએ રહેવાની ના પાડી દેતા બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં પત્ની અને ભોગ બનનાર તરૂણી માનીતા ભાઈને ત્યાં રહેવા ચાલી ગઈ હતી. આ વાતની ખબર પડતા પતિ પત્ની અને તરૂણીને પાછો ઘરે લઈ આવ્યો હતો અને ઘરે લાવીને પત્ની અને તરૂણીને માર મારી ઘરમાં ગોંધી રાખી હતી. રેપ થયો છે કે કેમ તે અંગે મેડિકલ રિપોર્ટ આવે પછી નક્કી થશે.

અન્ય સમાચારો પણ છે...