તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
છત્તીસગઢની ત્રણ બહેનપણીઓ રોજીરોટી મેળવવા માટે અન્ય એક બહેનપણીની સલાહથી દિલ્હી પહોંચી ગઈ અને ત્યાંથી બે બહેનપણીઓ સુરત આવી હોય છે. માલેતુજાર લોકોએ બંને બહેનપણીને પોતાના ઘરના કામકાજ કરવા માટે રાખી દીધી હોય છે. અઢી મહિનો કામ કર્યા બાદ ખબર પડી કે, ઘરકામ માટે તેમનું શોષણ થઇ રહ્યું છે. અઢી મહિનાથી કામ કરવા છતાં માત્ર એક જ મહિનાનો પગાર અને ઉપરથી પરિવારથી તમામ સબંધો તોડી નાખવા માટે મજબુર કરાઈ હતી. જોકે બે પૈકી એક યુવતીએ સોશિયલ મીડિયાની મદદથી મહિલા હેલ્પ લાઈનનો નંબર મળતા બંનેને સુરતમાં સિવિલમાં આવેલા સખી વન સ્ટોપ સેન્ટર પહોંચાડવામાં આવી હતી. જ્યાંથી આખરે હેમખેમ તેમના પરિવાર સાથે મુલાકાત કરાવાઈ હતી.
50 હજાર લઈ ઘરકામ માટે દલાલે આપી દીધી
છત્તીસગઢના જસપુર જિલ્લાનાન મનોરા તાલુકામાં આવેલ એક ગામમાં રહેતી 21 વર્ષીય મીના (નામ બદલ્યું છે) પરિવારને આર્થિક મદદ કરી શકે તે માટે કામકાજ શોધી રહી હતી. આ દરમિયાન તેણીએ તેના જ ગામની અને હાલમાં દિલ્હીમાં રહેતી તેની બહેનપણીને આ વાત કરી હતી. જેથી તેણીએ બાયોડેટા મંગાવતામીના તથા ગામમાં જ રહેતી 20 વર્ષીય ટીના (નામ બદલ્યું છે) અને બીના (નામ બદલ્યું છે) નામની ત્રણેય બહેનપણીઓએ બાયોડેટા મોકલી આપતા ત્રણેયને કામકાજ માટે દિલ્હી બોલાવી લીધી હતી. જ્યાં સોનુ નામના ઈસમે બીનાને દિલ્હીમાં રાખી મીના અને ટીનાને સુરતમાં ઉમાશંકર નામના દલાલ મારફતે મોકલી આપી હતી. જ્યાંથી ઉમાશંકરે જોલી પાર્કમાં રહેતા પ્રમોદ અગ્રવાલ અને ભટાર આશીર્વાદ પેલેસમાં રહેતા રાજેશ પ્રહલાટીકા પાસેથી દલાલી પેટે 50 હજાર લઇ બંનેને ઘર કામ માટે આપી દીધી હતી.
મકાન માલિક નજર બગાડતો હતો
બંને બહેનપણીને ઘરમાં રાખી તેમની પાસે ઘરના કામો કરાવવામાં આવતા હતા. એટલું નહિ ટીનાની તો જાણે મકાન માલિકે આઝાદી જ છીનવી લીધી હતી અને તેણીનો ફોન પણ જમા લઇ લીધો હતો. અઢી મહિનાની મહેનત બાદ પણ માત્ર એક જ મહિનાનો પગાર હાથમાં આવ્યો હતો. આ દરમિયાન મીના પર મકાન માલિકે નજર પણ બગાડી હતી. જેથી બાદમાં તેણીને ઘરમાં સેફટી ન લાગતા તેણીએ પોતાના મોબાઈલમાં વોટ્સઅપ સ્ટેટસમાં હિન્દીમાં "હમ તીન સહેલી કો મદદ કી જરૂરત હે, હમે ઘર જાના હે પ્લીઝ કોઈ હમે મદદ કરો" જેથી છત્તીસગઢના તેના મિત્રએ મહિલા હેલ્પલાઇન 181 નંબર આપ્યો હતો.
સખી વનસ્ટોપ વ્હારે આવ્યું
મીનાએ હેલ્પલાઇન પર ફોન કરતા મહિલા હેલ્પલાઇનની ટીમ તેમના ઘરે પહોંચી હતી અને મીનાને હેમખેમ છોડાવી મહિલા અને બાળ અધિકારીની કચેરીના માર્ગદર્શન હેઠળ કાર્યરત સિવિલમાં આવેલ સખી વન સ્ટોપમાં આશ્રય માટે મૂકી હતી. મહિલા અને બાળઅધિકારી શ્વેતાબેન દેસાઈ દ્વારા પણ બંને સહેલીઓને સહાનુભૂતિ અને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આમ બંને બહેનપણીઓને છોડાવીને તેમના પરિવારજનોને સોંપવામાં આવતાં બંને દીકરીઓને આઝાદી મળી હતી.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.