ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચમાં સુરતથી સટ્ટો રમાડતા બે શખ્સોને ઝડપી પાડવામાં આવ્યાં છે. લિંબાયત પ્રતાપનગરની ગલી નંબર ચારના નાકે આઈડી મારફતે ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમાડતા બે યુવકોને પોલીસે ઝડપી લઈને વધુતપાસ હાથ ધરી છે. પકડાયેલા બન્ને પાસેથઈ મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
બાતમીના આધારે સટ્ટો ઝડપાયો
લિંબાયત પોલીસને બાતમી મળી હતી કે, લિંબાયતના પ્રતાપનગર ગલી નંબર 4માં રહેતા ભગવાનદાસ બબન સાળુંકે અને મદનપુરામાં રહેતો મોન્ટુકુમાર ગણપત શાહ ક્રિકેટ મેચ પર સટ્ટા બેટિંગનો હારજીતનો જુગાર રમાડી રહ્યાં છે. પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી બંન્ને પ્રતાપર નગર ગલી નંબર ચારમાંથી દબોચી લીધા હતાં.
વેબસાઈટ પર સટ્ટો રમાડતા હતા
પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, ભગલાનદાસે મોન્ટુકુમાર પાસેથી ક્રિકેટ સટ્ટો રમાડવાની ઓનલાઈન આઈડીઓ મંગાવી હતી. આઈડી ભગવાનદાસ પોતાના ગ્રાહકોને મોકલી વેબસાઈટ ઉપર ક્રિકેટ મેચ પર સટ્ટા બેટિંગનો હાર જીતનનો જુગાર રમાડતો હતો અને પોતાનું કમિશન કાઢતો હતો. લિંબાયત પોલીસે બન્નેની ધરપકડ કરી તેમની પાસેથી તેમના બન્ને મોબાઈલો જપ્ત કર્યા હતાં. તેમની પાસેથી કુલ 45000નો મુદ્દામાલ પોલીસે જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.