છેતરપિંડી:સુરતના બે બિલ્ડરે MPના વેપારી સાથે 80 લાખની છેતરપિંડી કરી

સુરત5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 12 ફ્લેટના 87 લાખ લઇ 7 ફ્લેટ બીજાને વેચી નાખ્યા

મધ્યપ્રદેશનાં કાજુના વેપારીએ સુરતમાં મિલકતમાં રોકાણ કરવામાં 80.42 લાખ ગુમાવ્યા હતા. વેપારીએ તેની સાથે છેતરપિંડી કરનાર બે આરોપી સામે સચિન જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ઈન્દોરની અશોકા કોલોનીમાં રહેતા કાજુ અને કરિયાણાનો વેપાર કરતા ફૈસલ ઇબ્રાહીમ સુપેડીવાલાએ 2002માં તેના બે મિત્રો મારફતે ઉનમાં ગોલ્ડન પાર્ક નામના પ્રોજેકટમાં 10 લાખના એક ફલેટ લેખે 12 ફ્લેટનું બુકિંગ કરાવ્યું હતું.

ફૈસલે આરોપી જમીન માલિક પ્રફુલ નાવડીયા અને ડેવલપર જીતેશ કદમ સાથે ડી ટાવરમાં 7 અને સી ટાવરમાં 5 મળી 12 ફ્લેટો નો 87.42 લાખમાં સોદો નક્કી કરી વર્ષ 2012-13માં રૂપિયા ચુકવી દીધા હતા. આરોપી પ્રફુલ નાવડિયા અ્ને જીતેશ કદમે ફૈસલના ડી ટાવરના 7 ફ્લેટ બીજાને વેચી માર્યો હતા. ત્યાર બાદ વેપારીને 7 ફલેટોના 40 લાખ આપવાનું કહી 7 લાખ આપ્યા હતા.

બાકીના 80.42 લાખ કે ફલેટોનો કબજો ન આપતા ફૈસલે એમપીથી સુરત આવીને સચીન જીઆઇડીસી પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે આરોપી પ્રફુલ સવજી નાવડીયા(સાધના સોસા,વરાછા) અને જીતેશ રાજેન્દ્ર કદમ(ઠાકોરદીપ સોસા,ઉધના મગદલ્લા રોડ)ની ઠગાઈનો ગુનો નોંધ્યો છે.

વેપારી સાથે 4.49 લાખની ઠગાઇમાં 3 સામે ગુનો

ભટાર રોડના આશિર્વાદ પેલેસમાં રહેતા દિલીપકુમાર જુગલકિશોર ગાડોદિયા અરિહંત ટેક્સટાઈલ માર્કેટમાં કાપડનો વેપાર કરે છે. માર્ચ 2021માં દિલીપ ગાડોદિયાનો ઓળખીતો રાજેન્દ્ર બલવંતસિંહ યાદવ ઉર્ફ રાજન માસ્ટર તેમની દુકાને જોધસિંહ બાબુરામ (વિમલ એક્સપોર્ટના પ્રોપ્રાયટર)ને લઈને ગયો હતો.ત્યાર બાદ ઋષિકેશ વાસુદેવ શર્મા( શ્રી લક્ષ્મી સારીઝના પ્રોપ્રાયટર)ને લઈને આવ્યો હતો. રાજેન્દ્રના કહેવાથી દિલીપે બંને વેપારીઓને કુલ 5.19 લાખનો કાપડનો માલ ઉધારમાં આપ્યો હતો. પરંતુ તેઓએ 70 હજાર ચૂકવીને બાકીના 4.49 લાખ ચૂકવ્યા ન હતા. દિલીપે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...