તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બબાલ:સુરતની જનતા માર્કેટમાં કમિશનથી ગ્રાહક લાવવાના ઝઘડામાં માથાભારે બે ભાઈઓની મારામારી CCTVમાં કેદ થઈ

સુરત2 મહિનો પહેલા
દુકાનદાર પર થયેલા હુમલાના દ્રશ્યો CCTVમાં કેદ થયાં હતાં.
  • ગ્રાહકોને વેપારી ભગાવી દેતો હોવાના આક્ષેપ સાથે મારામારી થઈ

સુરતની જનતા માર્કેટમાં જૂના નવા મોબાઈલનો કારોબાર ચાલે છે. જનતા માર્કેટના વેપારીઓ દ્વારા ગ્રાહકો લાવનારને કમિશન આપવામાં આવતું હોય છે. જો કે, માથા ભારે ગણાતા ઈલ્યાસ મેમણના બે પુત્રો દ્વારા ગ્રાહકોને દુકાનમાં મોકલ્યા બાદ દુકાનદાર દ્વારા ગ્રાહકોને ભગાવી મૂકાતા હોવાના આક્ષેપ સાથે બબાલ કરાઈ હતી. મોબાઈલના દુકાનદારને બન્ને ભાઈઓએ સાથે મળીને માર માર્યો હતો. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી. બાદમાં દુકાનદારે બન્ને માથાભારે ભાઈઓ સામે પોલીસમાં ફરિયાદ આપવામાં આવી છે.

ઈજાગ્રસ્ત દુકાનદારને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
ઈજાગ્રસ્ત દુકાનદારને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

ઈજાગ્રસ્ત વેપારીને હોસ્પિટલ દાખલ કરાયો
કમિશનથી ગ્રાહક લાવવાના ઝઘડામાં માથાભારે અને ઇલ્યામ મેમણના બે પુત્રોએ જનતા માર્કેટમાં મોબાઇલના દુકાનદારને ફટકારી લીધો હતો.ઈજાગ્રસ્ત વેપારી આરીફ મીયાં ઘાસવાલાને સુરત જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. અહીં આ યુવાને ભાગા તળાવ અનુપમ એપાર્ટમેન્ટમાં રહેતાં ઐયુબ ઇલ્યાસ મેમણ અને ફરીમ ઇલ્યાસ મેમણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

દુકાનદારે CCTVના આધારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
દુકાનદારે CCTVના આધારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

દુકાન બહાર બન્ને ભાઈઓ કમીશનથી કામ કરતાં
મોબાઈલની દુકાન બહાર પટ્ટાની દુકાન ધરાવતાં બન્ને ભાઇઓ મોબાઇલ ખરીદવા ઇચ્છુક ગ્રાહકોને વેપારીઓની દુકાને લઇ આવતા હતાં. જોકે ગ્રાહકોને આ વેપારી ભગાવી દેતો હોવાનો આક્ષેપ કરતાં બંને ભાઇઓએ મારામારી કરી હતી. જેનો વીડિયો પણ દુકાનના CCTV કેમેરામાં કેદ થઇ ગયો હતો. પોલીસે બંને ભાઇઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. આ બંને ભાઇઓના પિતાની ભૂતકાળમાં ટાડામાં ધરપકડ થઇ હતી.