અકસ્માત:લસણકામાં રિક્ષાની ટક્કરથી પડેલા બાઇક સવાર પિતરાઈ ભાઈઓ પર ST બસ ફરી વળતાં બંનેના ઘટનાસ્થળે જ મોત

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
અકસ્માત સર્જનાર બસ - Divya Bhaskar
અકસ્માત સર્જનાર બસ
  • લસકાણામાં સર્જાયેલી દુર્ઘટનામાં બસચાલક સામે ગુનો નોંધાયો
  • 20 વર્ષીય બંને પિતરાઇ ભાઇઓ લસકાણાથી શહેર તરફ આવી રહ્યા હતા

કામરેજ મેઇન રોડ પર નજીક લસકાણામાં બનેલી એક દુર્ઘટનામાં બાઇક સવાર બે પિતરાઇ ભાઇઓ આગળ જઇ રહેલી રિક્ષા સાથે અથડાઇને જમીન પર પટકાયા હતા, તે જ સમયે પાછળથી પુરપાટ આવેલી એસટી બસના પૈડાં બંને પર ફરી વળતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. દુર્ઘટના સ્થળે ટ્રાફિક જામ થતાં જેને ક્લિયર કરવા પોલીસને ભારે જહેમત કરવી પડી હતી.

કામથી સુરત આવી રહ્યા હતા
સરથાણા પોલીસથી મળતી માહિતી મુજબ લસકાણામાં બળીયા બાપજી મંદિર પાસે 20 વર્ષીય વિજય બાલા ચુડાસમા અને 20 વર્ષીય બાલો ઉર્ફ બાવલી કિશોર ચુડાસમા રહે છે. આ બંને પિતરાઈ ભાઈ રત્ન કલાકાર છે. બાલો હાલમાં જ રત્ન કલાકાર તરીકેનું કામ સિખ્યો હતો. રવિવારે સાંજે વિજય ચુડાસમા અને બાલો બાઇક પર બેસીને લસકાણાથી સુરત શહેર તરફ કોઈ કામ માટે આવી રહ્યા હતા. લસાકાણાથી થોડા અંતરે એક કારના શો રૂમ સામે એક રિક્ષા પણ સુરત તરફ જઇ રહી હતી.

ડ્રાઇવર બસ મૂકીને નાસી ગયો
ત્યારે વિજયે બાઇક પર નિયંત્રણ ગુમાવતા તેની બાઇકથી રિક્ષાને ટક્કર લાગી હતી. જેના કારણે વિજય અને બાલો નીચે પડી ગયા હતા. તેજ સમયે પાછળથી આવેલી જીજે-18-ઝેડ-2310 નંબરની એસટી બસનો ડ્રાયવર પુરપાટ ઝડપે અને બેદરકારીથી બસ ચલાવીને આવ્યો હતો. જેના પગલે આ બેફામ એસટી બસ ના પૈડા વિજય અને બાલો પરથી ફરી ગયા હતા. લોકોએ બુમો પાડતા બસ ડ્રાયવરને એક્સિડન્ટ થયાનો ખ્યાલ આવ્યો હતો. બસનો ડ્રાયવર બસ મુકીને નાસી ગયો હતો. વિજય અને બાલોનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. સાંજના સમયે બનાવના કારણે ભારે ટ્રાફિક જામ થયો હતો.

ડ્રાઇવર વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો
​​​​​​​પોલીસને જાણ કરાતા સરથાણા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે બંને બોડી,બાઇક,રીક્ષા અને બસને સાઇડમાં કર્યા હતા. છતા ટ્રાફિક ક્લિયર કરવા પોલીસે ભારે મહેનત કરવી પડી હતી. વિજય અને બાલોના કાકા ભાદાભાઈ અરજણભાઈ ચુડાસમાએ બસના ડ્રાયવર વિરુદ્ધ સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...