દવાના વેપારી સાથે ઠગાઈ:બોગસ ફાર્મા કંપની ઉભી કરી બે ભાઈઓએ સુરતના દવાના વેપારી સાથે રૂ 16.43 લાખની છેતરપિંડી આચરી

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર. - Divya Bhaskar
ફાઈલ તસવીર.

બોગસ જીએસટી સર્ટિફિકેટ બનાવી બે ભાઈઓએ દવા એજન્સીને રૂા.16.43 લાખનો ચૂનો ચોપડ્યો હતો. જે કંપનીના નામે દવા મંગાવાઇ હતી તે પણ બોગસ હોવાનો ખુલાસો થતા સમગ્ર મામલો ચોકબજાર પોલીસમાં પહોંચ્યો હતો. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

દવાના વેપારીને વિશ્વાસમાં રાખી માલ ખરીદી કરાઈ
સુરતના અડાજણમાં એલપી સવાણી રોડ પર શાંતિસાગર સોસાયટીમાં રહેતા સાવન ચંદ્રકાંત પટેલ વસ્તાદેવડી રોડ પર સુરત દવા બજાર બિલ્ડિંગમાં પાવન ડિસ્ટ્રીબ્યુટર નામની દવાની એજન્સીમાં મેનેજર છે. યોગેશ ઘનશ્યામ જેતાણી મેનકાઇન્ડ ફાર્મા સ્યુટીકલમાં એમ.આર. છે. ગત તા.30મીએ યોગેશે વોટ્સએપ પર જુદી-જુદી દવાઓના ઓર્ડર મોકલ્યા હતા. જેમાં સિંગણપોર રોડ પર રાધેશ્યામ સોસાયટી ખાતે વાણી મેડિકોના માલિક મનિષ ઘનશ્યામ જેતાણીનો પણ ઓર્ડર હતો. જે મુજબ 8.49 લાખની દવા મોકલી અપાઇ હતી. ત્યારબાદ નેક્ટર ફાર્મા કંપનીનો ઓર્ડર આપ્યો હતો. જે કંપની યોગેશે પોતાના મોટાભાઇ મનિષ જેતાણીની હોવાનું કહ્યું હતું. જેથી વિશ્વાસ આવી જતા સાવન પટેલે તેમણે માલ મોકલવાનો શરૂ કર્યો હતો.

દવાના વેપારીએ તપાસ કરતા બોગસ કંપની હોવાનું સામે આવ્યું
ધીમે ધીમે બંને તેજાણી બંધુઓને કુલ્લે રૂપિયા 16.23 લાખનો માલ મોકલાયા બાદ પેમેન્ટ ચૂકવવામાં અખાડા કર્યા હતા. શંકા જતા સાવન પટેલે જીએસટી પોર્ટલમાં ઓર્ડર ચેક કર્યો હતો. જેમાં જીએસટી નંબરનું સરનામું જુદું જ હોવાનું બહાર આવ્યું હતું. ખોટાં દસ્તાવેજો ઉભા કરી બોગસ જીએસટી નંબર મેળવી સર્ટિફિકેટ રજૂ કર્યું હતું. બાદમાં યોગેશ જેતાણીના સિંગણપોર સ્થિત રહેણાંક સ્થળે તપાસ કરતા મકાન બંધ જોવા મળ્યું હતું. વેડરોડ ખાતે બીજા ઘરના એડ્રેસ પર પણ તપાસ કરતા યોગેશ ગત ઓગષ્ટ માસમાં લંડન ચાલ્યો ગયો હોવાનું જાણવા મળ્યું હતુ. ત્યારબાદ મનિષ જેતાણીએ પેમેન્ટ ચૂકવી દેવાની ખાત્રી પણ આપી હતી.

પોલીસે ઠગાઈ નો ગુનો નોંધી તપાસ શરૂ કરી
​​​​​​​
બોગસ જીએસટી સર્ટિફિકેટ બનાવવા સાથે નેક્ટર ફાર્માના ડીસ્ટ્રીબ્યુટર હોવાની ખોટી છાપ ઉભી કરી જેતાણી બંધુએ છેતરપિંડી કરી હતી. આ મામલે સાવન પટેલે ફરિયાદ આપતા ચોકબજાર પોલીસે મનિષ ઘનશ્યામ જેતાણી અને તેના ભાઇ યોગેશ જેતાણી સામે રૂા.16.23 લાખની ઠગાઇનો ગુનો નોંધી તપાસ આદરી છે.

અન્ય સમાચારો પણ છે...