રાંદેર કોઝવે સર્કલ અમદાવાદી તવા ફ્રાઈ પાસે સોમવારે મોડી રાત્રે પાર્ક કરેલા એક બાઈક અને એક મોપેડમાં રહસ્યમય સંજોગોમાં આગ ભભૂકી ઉઠી હતી. બન્ને વાહનો ભડકે બળતા જોઈ આસપાસના રહીશોમાં ભાગદોડ મચી ગઈ હતી. બનાવની જાણ થતા ફાયરબ્રિગેડ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબુ મેળવી લીધો હતો. જોક ત્યાં સુધીમાં બન્ને વાહનો બળીને ખાખ થઈ ગયા હતા. બાઈકના માલીકને રાત્રે ઘર નજીક રહેતા એક વ્યક્તિ સાથે ઝગડો થયો હતો.
જેની અદાવતમાં તેણે બાઈક સળગાવી હોવાની શક્યતા વ્યકત કરી હતી. આગની ઘટના બાદ સીસીટીવી ફુટેજ વાયરલ થયા હતા. જેમાં બે વ્યક્તિઓ બાઈક પર આવી પાર્ક કરેલી બાઈક પર પેટ્રોલ છાંટીને આગ ચાપી રહ્યા હોવાનું આબાદ કેદ થયુ હતું. જેના આધારે બાઈકના માલિકે રાંદેર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.