અકસ્માત:અમરોલીમાં ચોથા માળેથી પટકાતા બે માસીયાઇભાઇઓ મોતને ભેટ્યા

સુરત18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બંન ેભાઇઓ ભાણેજ સાથે ટેરેસ પર હવા ખાવા ગયા હતા

અમરોલીમાં હવા ખાવા માટે ભાણેજની સાથે આવાસના ટેરેસ પર બેસેલા બે પિતરાઈભાઈઓ અકસ્માતે નીચે પટકાતા એકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે એકનું ટુંકી સારવાર બાદ સોમવારે સવારે મોત નિપજ્યું હતું. બનાવ અંગે પોલીસે અકસ્માત મોતની નોંધ કરી તપાસ શરૂ કરી છે.

કોસાડ આવાસ ખાતે રહેતા મહેશભાઈ ઉર્ફે ખાલપા સોમાભાઈ રાઠોડ(45) નળ પોલીશનું કામ કરતા હતા. તેમને સંતાનમાં એક પુત્રી છે. રવિવારે સાંજે મહેશભાઈ તેમના માસીયાઈ ભાઈ ચિરાગ સુરેશભાઈ રાઠોડ(22)અને ભાણેજ દિપક સાથે હવા ખાવા માટે આવાસના ટેરેસ પર ગયા હતા. ટેરેસ પર ત્રણે પાળીની બાજુમાં બેઠા હતા. દરમિયાન કોઈક રીતે મહેશભાઈએ સંતુલન ગુમાવી દેતા તેઓ નીચે પટકાયા હતા. તેમનો હાથ હાથમાં આવી જતા ચિરાગ રાઠોડ પણ સાથે નીચે પટકાયો હતો. બન્ને માસીયાઈ ભાઈઓ નીચે પટકાતા ભાણેજ નીચે દોડી ગયો હતો. જોકે ચોથા માળેથી પટકાતા ગંભીર રીતે ઘવાયેલા મહેશભાઈનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.

જ્યારે ચિરાગ ગંભીર રીતે ઘવાયો હતો. જેથી તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જ્યાં ટુંકી સારવાર બાદ ચિરાગનું પણ મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતા અમરોલી પોલીસ હોસ્પિટલ દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. બનાવ સંદર્ભે પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ટેરેસ ઉપરથી અકસ્માતે પટકાતા મોત થયું
પીએસઆઈ જે.કે. બારીયાએ જણાવ્યું હતું કે ટેરેસ પરથી અકસ્માતે યુવકો નીચે પટકાયા હતા. આ બનાવમાં એક યુવકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતુ. જ્યારે બીજા યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.

અન્ય સમાચારો પણ છે...