તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:રૂદરપુરામાંથી 1.65 લાખના દારૂ સાથે બે પકડાયા, બે વોન્ટેડ

સુરત8 મહિનો પહેલા
  • કૉપી લિંક

અઠવાલાઇન્સ પોલીસે બાતમીના આધારે ગુરૂવારે રૂદરપુરા લાપસીવાળાની ચાલમાં છાપો મારી રૂ.1.65 લાખના દારૂ સાથે બેને પકડી પાડ્યા છે. અઠવા પોલીસે બાતમીના આધારે લાપસીવાલાની ચાલમાં દરોડો પાડી રૂ.1,65,690ની કિંમતની દારૂની 720 નંગ બોટલ પકડી પાડી હતી. દારૂ લેવા આવેલા હિતેશ ઉર્ફે મયત સુરેશ થોરાડ (રહે, લાપસીવાલાની ચાલ) મો,સોહેલ ઉર્ફે સોનુ ઇફકેરાપમજુ અંસારી (રહે, શેરડી ભવન કાજીનું મેદાન ગોપીપુરા)ને પકડી પાડ્યા હતા. જ્યારે નરેન્દ્ર ઉર્ફે ચપ્પુ તથા આકીબ ઉર્ફે અલોન (રહે, હિન્દુ કોલોની રૂદરપુરા)ને વોન્ટેડ જાહેર કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...