તપાસ:વેપારી સાથે 4.66 કરોડની ઠગાઈમાં બેની અટકાયત

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વરાછાના વેપારી પાસેથી હીરાદલાલ અને મુંબઈના 4 ચીટર હીરા લઈ ભાગી ગયા હતા

વરાછાના હીરાના વેપારી પાસેથી હીરાદલાલ અને મુંબઈના 4 લેભાગુ વેપારીઓએ 4.66 કરોડના તૈયાર હીરા લઈ મહિનામાં રૂપિયા આપવાનો વાયદો કરી હાથ ઊંચા કરી દીધા હતા. આ ગુનામાં હીરાના વેપારી ક્રિપેશ જોગાણી(48)(રહે,થાણે) અને નિષીત શાહ(33)(રહે, મુંબઈ) આગોતરા જામીન સાથે સોમવારે ક્રાઇમબ્રાંચમાં હાજર થતા ધરપકડની કાર્યવાહી કરી હતી. બન્ને વેપારીઓ પહેલા સુરતમાં મહિધરપુરામાં હીરાનો વેપાર કરતા હતા. હાલમાં બન્ને મુંબઈમાં રહે છે.

અગાઉ આ ગુનામાં હીરાદલાલ રાજેશ મેતલીયા પકડાયો હતો. અત્યાર સુધીમાં 3ની ધરપકડ કરી છે. હજુ 2 ફરાર છે. પોલીસે જણાવ્યું કે, હીરાદલાલ રાજેશ મેતલીયાએ ચારેય વેપારીઓની સુરતના વેપારી જોડે ઓળખાણ કરાવી હતી. શરૂઆતમાં તેઓએ તૈયાર હીરાનો માલ લઈ વાયદા પ્રમાણે રૂપિયા આપી દેતા હતા. પછી દલાલ અને ચારેય લેભાગુ વેપારીઓએ એપ્રિલ-21 થી જુલાઇ-21 સુધીમાં 4.66 કરોડના તૈયાર હીરાનો માલ ક્રેડિટ પર લઈ ફરાર થયા હતા.

અન્ય સમાચારો પણ છે...