દારૂની હેરાફેરી:સુરતના ભાઠેનામાં કારમાં ચોરખાના બનાવી દારૂનો જથ્થો લઈ જતાં બે 7.35 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

સુરત6 મહિનો પહેલા
ચોરખાના બનાવી દારૂની હેરાફેરીનું રેકેટ પોલીસે ઉઘાડું પાડ્યું છે.
  • રૂપિયા 1.19 લાખની કિંમતની 168 દારૂની બોટલ દારૂ ઝડપાયો

ઉધના ભાઠેના શિવશંકર નગર સોસાયટીના જાહેર રોડ ઉપરથી પાયલોટીંગ કરી ફોર વ્હીલરમાં ઇગ્લીંશ દારૂ ભરી ગેરકાયદેસર હેરાફેરી કરતા બે ને પોલીસે ઝડપી પાડ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચ ને ચોરખાના બનાવી દારૂની હેરાફેરીનું રેકેટ ઉઘાડું પાડી રૂપિયા 1.19 લાખની કિંમતની 168 દારૂની બાટલી સહિત રૂપિયા 7.35 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પાયલોટીંગ કરીને કારને લઈ જવામાં આવતી હતી.
પાયલોટીંગ કરીને કારને લઈ જવામાં આવતી હતી.

મુદ્દામાલ કબ્જે કરાયો
ઉધના ભાથેનાં પ્લોટ નંબર 110 શિવશંકર નગર સોસાયટી, સિધ્ધીવિનાયક મંદિરની પાછળ જાહેર રોડ ઉપર પાયલોટીંગ કરી આવતી શેવરોલેટ બીટ ગાડી નંબર GJ-21-AH-2806 તથા મહિન્દ્રા કંપનીની TUV ફોરવ્હીલર ગાડી નંબર MH-03-CP-0859 ને પકડી પાડી તપાસ હાથ ધરાઈ હતી. પોલીસ તપાસમાં ગાડીમાં બનાવેલા ચોરખાનામાંથી વિદેશી દારૂ કુલ્લે બોટલ નંગ- 168 કુલ્લે રૂપિયા 1,19,760 તથા બે ફોરવ્હીલર ગાડી કિંમત રૂપિયા 6,00,000 તથા મોબાઇલ ફોન નંગ-3 કિંમત રૂપિયા 15500 તથા આધારકાર્ડ અને ક્રાઇમ ન્યુઝ પ્રેસનુ આઇ.ડી.કાર્ડ સહિત મળી રૂપિયા 7,35,260 ની મત્તાનો મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે.

પોલીસે એકને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસે એકને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

દારૂનો જથ્થો આપનાર વોન્ટેડ જાહેર
પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, આરોપીઓ મુબશીર ઉર્ફે લાલુ S/O નજીર અહમદ આકલ ઉ.વ. 22 (રહે, થર્ડ ફલોર ફ્લેટ નંબર 302, ઝમઝમ એપાર્ટમેન્ટ પાટખાન સ્ટ્રીટ સગરામપુરા સુરત) અને દર્શિત S/O નિલેશભાઇ ઠકકર ઉ.વ. 22 રહે, સી/302, માધવજયોત એપાર્ટમેન્ટ હનીપાર્કરોડ અડાજણ સુરત) ને મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવેલ છે. બન્ને આરોપીઓ નવસારી રૂરલ અને સુરતના અડાજણ પોલીસ સ્ટેશન ના પ્રોહીબીએશન ના કેસમાં અગાઉ પકડાયા છે અને આરોપી દર્શીત નિલેશભાઇ ઠક્કર પાસેથી CRIME NEWS PRESS નુ આઇડન્ટી કાર્ડ મળી આવ્યુ છે. વિદેશી દારૂનો જથ્થો આપનાર મહારાષ્ટ્ર વણીના રવિભાઇ નામના ઇસમને વોન્ટેડ જાહેર કરાયો છે. હાલ બંન્ને આરોપીઓની ધરપકડ કરી આગળની વધુ તપાસ ક્રાઇમ બ્રાંચના પો.સબ.ઇન્સ. કે.એચ.પુંવાર કરી રહ્યા છે.