ગુનાનો ભેદ ઉકેલાયો:સુરતમાં ટ્રાન્સપોર્ટના નામે ઓફિસ ખોલી વેપારીઓના કાપડના પાર્સલ બારોબાર વેચી મારતી ટોળકીના બે ઝડપાયા

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
કાપડના વેપારીઓ સાથે ઠગાઈ કરનારા ઝડપાયા છે. - Divya Bhaskar
કાપડના વેપારીઓ સાથે ઠગાઈ કરનારા ઝડપાયા છે.

સુરતમાં કેર યુનાઈટેડ એક્ષપ્રેસ પ્રા.લી. ટ્રાન્સપોર્ટના નામે ઓફીસ ખોલી વેપારીઓ પાસેથી કાપડના પાર્સલો મેળવી બારોબાર વેચી છેતરપિંડી કરતી ટોળકીના બેને પોલીસે ઝડપી પાડ્યા છે. વેપારીઓ સાથે ઠગાઈ કરનાર ઇસમો સામે સલાબતપુરા અને પુણા પોલીસ સ્ટેશનમાં અલગ અલગ બે ગુના દાખલ કરી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. બે પોલીસ સ્ટેશન વિસ્તારમાં 57 જેટલા વેપારીઓ આ ટોળકીનો ભોગ બન્યા હોવાનું અને લગભગ 40 લાખથી વધુની ઠગાઈ કરી હોવાનું હાલ સામે આવ્યું છે.

પુણા પોલીસે ફરિયાદ દાખલ કરી હતી
અજય તોમર (પોલીસ કમિશનર, સુરત)એ જણાવ્યું હતું કે, ટેક્સટાઇલ એસોસીયેશનના આગેવાનો સાથે 18મીના રોજ એક મીટીંગનું આયોજન કરવામા આવ્યુ હતું. જેમાં ટેક્ષટાઈલ એસોસીયેશનના આગેવાનોએ કેર યુનાઈટેડ એક્ષપેશ પ્રા.લી. નામને ટ્રાંસપોર્ટ કંપનીએ ઘણા બધા વેપારીઓના પાર્સલો મેળવી જે તે જગ્યાએ ડિલિવરી ન કરી હોવાનું બહાર આવ્યું હતું. જેને લઈ સલાબતપુરાને પુણા પોલીસને તાત્કાલીક ફરીયાદ દાખલ કરી ભોગ બનનારોનો સંપર્ક કરવા અને આરોપીઓની ધરપકડ કરવા આદેશ કરાયા હતા.

પોલીસે આરોપીઓને ઝડપીને કૌભાંડ ખુલ્લુ પાડ્યું હતું
પોલીસે આરોપીઓને ઝડપીને કૌભાંડ ખુલ્લુ પાડ્યું હતું

ટીમ બનાવાઈ હતી
હરનાથભાઇ અજાભાઇ પટેલ(રહે માધવપારો-હાઉસ ગોડદરા સુરત) એ પુણા પોલીસ સ્ટેશન ફરિયાદ દાખલ કરાવી હતી. જેમાં 5.05 લાખની છેતરપીંડી થઈ હોવાનું સામે આવ્યું હતું. પુણા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટર વી.યુ.ગડરીયાએ આરોપીઓને તાત્કાલીક ઝડપી ટીમ બનાવાય રવાના કરી હતી.

બાતમીના આધારે કાર્યવાહી
પોલીસની બાતમી આધારે આરોપીઓ (1) સંદીપ ગોપાલ શર્મા ઉ.વ.35 ધંધો-ટ્રાન્સપોર્ટનો રહે બી/1/703 પ્રમુખ આરણ્ય એપાર્ટમેન્ટ ગોડાદરા સુરત શહેર મુળ ગામ મોલાસર થાના-મોલાસર બાડ નંબર ર જ નાગૌર (રાજસ્થાન) તથા (2) ચંદ્રકાંત ઉર્ફે બબલુસિધ્ધ જગદીશસિંઘ જાતે-સિંધ રઘુવંશી) ઉ.વ.42 રહે ઘર નંબર ડી/108 ઉત્સવ રેસીડેન્સી ડીડોલી તળાવ પાસે ડીંડોલી સુરત શહેર મુળ ગામ અમરોળા થાના કેરાત જીલ્લો- જોનપુર (ઉત્તર પ્રદેશ) ખાઓને તાત્કાલીક પકડી પાડવામાં આવયા હતા.

છેતરપિંડી આચરી
કોર્ટના આદેશ અનુસાર આરોપીઓને અટક કરવા પહેલા આર.ટી.પી.સી.આર. ટેસ્ટ કરવા તજવીજ કરવામાં આવી હતી. હાલમાં બન્ને આરોપીઓના આર.ટી.પી.સી.આર. ટેસ્ટ રીપોર્ટ આવ્યા ન હોવાથી બન્ને આરોપીઓની અટક કરવામાં આવી નથી, જોકે ડીટેઇન કરી નજર કેદ રાખવામાં આવ્યા છે. સલાબતપુરા પોલીસે પણ આરોપીઓ વિરૂધ્ધ સલાબતપુરા પોલીસે ગુનો દાખલ કરવામા આવેલ છે અને જેમાં ફરીયાદ તથા અન્ય 43 જેટલા વેપારીઓ તથા સાહેદો ના મળીની છેતરપીડીનો ગુનો દાખલ કરવામાં આવેલ છે.

પોલીસે આરોપીઓને ઝડપવા માટે ટીમો બનાવી હતી.
પોલીસે આરોપીઓને ઝડપવા માટે ટીમો બનાવી હતી.

40 લાખની છેતરપિંડી
આરોપીઓ ની બન્ને ગુનાની તપાસ દરમ્યાન સલાબતપુરા પો.સ્ટે વિસ્તારના 47 વેપારીઓ તથા પુણા પો.સ્ટે વિસ્તારના કુલ 10 વેપારીઓ મળી કુલ્લે 57 વેપારીઓના આશરે કુલ રૂપિયા 35 થી 40 લાખ રૂપિયાની છેતરપીંડી થઇ હોવાનું હાલ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. કેર યુનાઈટેડ એક્ષપ્રેસ પ્રા.લી. ટ્રાંસપોર્ટ તથા અલ્પી પાર્સલ એજન્સી તથા એપ્લ લોજીસ્ટીક નામના ટ્રાન્સપોર્ટથી તથા આરોપીઓની છેતરપીંડીના ભોગ બનનાર વેપારીઓનો તાત્કાલીક ધોરણે પુણા પોલીસ તથા સલાબતપુરા પોલીસનો સંપર્ક કરવા સુરત પોલીસ તરફથી અપીલ કરવામાં આવી છે.