લૂંટારૂ ઝડપાયાં:સુરતના બરોડા પ્રીસ્ટેજ પાસેથી રીક્ષામાં બેસી વૃદ્ધ મુસાફરના દાગીના લૂંટનાર બે ઝડપાયાં

સુરતએક મહિનો પહેલા
પોલીસે રીઢા બન્ને આરોપીઓને ઝડપીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
  • પોલીસે રીઢા ગુનેગારને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી

સુરતના વરાછા બરોડા પ્રીસ્ટેજ પાસેથી ઓટો રીક્ષામાં બેસી સ્ટેશન જતા વૃદ્ધ ને ચાલુ રિક્ષામાં માર મારી દાગીના અને રૂપિયા 50 હજારની રોકડ સહિત 3 લાખથી વધુ ની લૂંટ ચલાવનાર બે ને વરાછા પોલીસે લીંબાયતમાંથી ઝડપી પાડ્યા છે. એટલું જ નહીં પણ ઝડપાયેલા બન્ને રીઢા ગુનેગાર હોવાનું સામે આવ્યું છે. વરાછા પોલીસે રોડ પરના CCTV ની મદદથી રીક્ષા ચલાવવાની આડમાં લૂંટ ચલાવતી ટોળકી ને પકડી પાડી છે.

દાગીના અને રોકડની રકમ પોલીસે ઝડપી લીધી છે.
દાગીના અને રોકડની રકમ પોલીસે ઝડપી લીધી છે.

વૃદ્ધની દીકરીના દાગીનાની લૂંટ ચલાવાયેલી
વરાછા પોલીસે જણાવ્યું હતું કે, 146,વરાછા લક્ષ્મી નગર નજીકની ઇશ્વરકૃપા સોસાયટી વિ-2 માં રહેતા હસમુખભાઈ ઉકાભાઇ કાનાણી (ઉ.વ-62) 14 મીની સવારે પોતાના ઘરેથી વિધવા દીકરીના ઘરેણાં અને રોકડ રૂપિયા 50 હજાર લઈ સ્ટેશન તરફ જવા રીક્ષામાં બેઠા હતા. ત્યારે રીક્ષાના ચાલક તથા અન્ય બે પુરૂષ તથા એક મહીલાએ હસમુખભાઈને ઢીક્કમુક્કીનો માર મારી ઘરેણા તથા રોકડ રૂપિયા મળી કુલ્લે રૂપિયા 3,07,000 ની લુટ કરી નાસી ગયા હતા.ઘટનાની જાણ બાદ વરાછા પોલીસના અધિકારીઓ અને સર્વેલન્સ સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો.

સર્વેલન્સ સ્ટાફના માણસોએ બનાવવાળી જગ્યા પરના CCTV કેમેરાની તપાસ કરી હતી.
સર્વેલન્સ સ્ટાફના માણસોએ બનાવવાળી જગ્યા પરના CCTV કેમેરાની તપાસ કરી હતી.

CCTVના આધારે આરોપી ઝડપાયા
વરાછા પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, આરોપીઓને પકડી પાડવા સર્વેલન્સ સ્ટાફના માણસોએ બનાવવાળી જગ્યા પરના CCTV કેમેરા તેમજ કમાન્ડ એન્ડ કંટ્રોલના સી.સી.ટી.વી.ફૂટેજના આધારે રીક્ષાની ઓળખ કરી હતી. ત્યારબાદ લૂંટ કરતી ગેંગના બે ઇસમોને લીંબાયતના હોવાની ઓળખ થતા બન્ને ને ગુપ્ત રીતે જઇ પકડી પાડ્યા હતા. તપાસમાં બન્ને પાસેથી લૂંટનો મુદ્દામાલ પણ મળી આવ્યો હતો. વધુ તપાસમાં બન્ને રીઢા ગુનેગાર હોવાનું અને ભૂતકાળમાં બન્ને સામે અનેક ફરિયાદ થઈ હોવાનું સામે આવ્યું છે. જોકે પોલીસ આગળની હજી તપાસ કરી રહી છે.