ક્રાઈમ:સુરતના વરાછામાં ડાયમંડની ઓફિસમાંથી ઓસ્ટ્રેલિયામાં રમાતી બિગબેશક્રિકેટ સિરીઝ પર સટ્ટો રમાડતા બે ઝડપાયા

સુરત9 મહિનો પહેલા
  • કૉપી લિંક
ઓનલાઈન સટ્ટો રમાડનારા આરોપીને ઝડપી લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. (ફાઈલ તસવીર) - Divya Bhaskar
ઓનલાઈન સટ્ટો રમાડનારા આરોપીને ઝડપી લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. (ફાઈલ તસવીર)
  • સટ્ટોડિયા પાસેથી 1.8 લાખ રોકડા, 3 મોબાઈલ બ્લૂટૂથ સહિત 1.49 લાખનો મુ્દ્દામાલ કબ્જે લેવાયો

વરાછાના મીનીબજાર કોહીનુર ઈન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં ખાતા નં-51ના બીજા માળે આવેલ સાગર ડાયમંડ નામની ઓફિસમાં ગઈકાલે ક્રાઈમ બ્રાન્ચે રેડ પાડી ઓનલાઈન ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડતા બે સટોડિયાઓને ઝડપી પાડ્યા હતાં. ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલ બિગબેશ સીરીઝની હોબાર્ટ હેરીકેન અને સીડની થન્ડર્સની વચ્ચે રમાતી ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડતા હતાં. ક્રાઈમ બ્રાન્ચે સટોડિયાઓ પાસેથી રોક઼ડા 1.08 લાખ, મોબાઈલ નંગ-3 અને બ્લૂ ટૂથ મળી કુલ રૂપિયા 1.39 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

ઓનલાઈન સટ્ટો રમાડતા હતા
ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા મુજબ સ્ટાફના માણસોએ ગઈકાલે સાંજે મળેલી બાતમીના આધારે વરાછા મીનીબજાર કોહીનુર ઈન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં ખાતા નં-51ના બીજા માળે આવેલ સાગર ડાયમંડ નામની ઓફિસમાં રેડ પાડી હતી. તપાસ દરમિયાન ઓફિસમાં હેમલ જયસુખ કાથરોટીયા (રહે,આશોપાવલ સોસાયટી શ્યામચોક પાસે વેલંજાગામ કામરેજ) અને ધવલ ભરત સોજીત્રા (રહે, યમુના દર્શન સોસાયટી મોટા વરાછા)મોબાઈલમાં ઓનલાઈન વેબસાઈટ ઉપર ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલ બિગબેશ સીરીઝ પર સટ્ટો રમાડતા હતાં.

રેડ કરીને આરોપીને ઝડપી લેવાયા
હોબાર્ટ હેરીકેન અને સીડની થન્ડર્સની વચ્ચે રમાતી ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડતા ઝડપાયા હતા. ક્રાઈમ બ્રાન્ચે સટોડીયાઓ પાસેથી રોકડા 1,08,550 મોબાઈલ નંગ-3 અને બ્લૂ ટૂથ મળી કુલ રૂપિયા 1,39,050નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં સટોડીયાઓ જેપુન અને ભાવેશ ઉર્ફે રોની પાસેથી ક્રિકેટ મેચના સટ્ટા બેટીંગ જુગાર રમવાની વેબસાઈટ લઈ પોતાના ગ્રાહકોને આપી પોતાના મોબાઈલમાં વેબસાઈટ જાઈન્ટ કરી સટ્ટો રમાડતો હોવાની કબૂલાત કરતા ક્રાઈમ બ્રાન્ચે જેપુન અને ભાવેશને વોન્ટેડ બતાવ્યા હતા.