ક્રાઇમ:ઘર ખાલી કરવા મુદ્દે ઝઘડા થતાં બેની ધરપકડ

સુરત2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવા મકાનનું બાંધકામ અટકી જતા બે જૂથો વચ્ચે મકાન ખાલી કરવા બાબતે બે દિવસ પહેલા મારામારી થઈ હતી. જેમાં અઠવા પોલીસે વિરેન રમેશ બારોટ અને જીતેન્દ્ર શંકર રેતીવાળાની ધરપકડ કરી છે. નાનપુરા માછીવાડમાં વિરેન બારોટે નવા મકાનનું બાંધકામ કરવાનું હોવાથી પડોશી રાહુલ રાણાના મકાનમાં ઘરનો સામાન મૂક્યો હતો. લોકડાઉનમાં બાંધકામ અટકતા રાહુલે વિરેનને ઘરમાંથી સામાન હટાવી લેવા કહ્યું છતાં એણે સામાન ન હટાવતા બંને વચ્ચે શુક્રવારે મોડી રાત્રે મારામારી થઈ હતી. જેમાં બે જુથો તલવાર જેવા હથિયારો લઈ સામ-સામે આવી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...