માથાભારેનું સરઘસ:સુરતના સાયણ પોલીસ ચોકીમાં તોડફોડ કરવી બે માથાભારેને ભારે પડી, જાહેરમાં બે હાથ જોડી ઉઠક-બેઠક કરાવી

સુરત4 મહિનો પહેલા
માથાભારેનું પોલીસે સરઘસ કાઢી ઉઠક-બેઠક કરાવી.
  • પોલીસે આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું

સુરત જિલ્લાના ઓલપાડના સાયણ ગામે બે દિવસ અગાઉની રાત્રે એક એપાર્ટમેન્ટમાં તોડફોડ કરી આરોપીઓએ સાયણ પોલીસ ચોકીને બાનમાં લીધી હતી. પોલીસની હાજરીમાં લાકડાના ફટકા લઈને આવેલા બે ઇસમે સાયણ પોલીસ સ્ટેશન માથે લઈ ભારે તોડફોડ કરી હતી. હદ તો ત્યારે થઈ કે પોલીસ ચોકી બહાર પાર્ક કરેલ પોલીસ વાહનોમાં પણ તોડફોડ કરી રીતસર આંતક મચાવ્યો હતો. જોકે પોલીસે એક મહિલા સહિત બે માથાભારે ઇસમને ઝડપી પાડી જેલ ભેગા કરી દીધા હતા. ત્યારે આજે સાયણ આઉટ પોસ્ટ તોડફોડ મામલે સાયણમાં લુખ્ખા તત્વો બેફામ ના બને એ માટે પોલીસે આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું. પોલીસે જાહેરમાં સરઘસ કાઢતા આરોપીઓ રીતસરના હાથ જોડી રહ્યા હતા.

આખો મામલો શું હતો?
સાયણ સુગર રોડ ઉપર આવેલ અનુપમ ડ્રીમ એપાર્ટમેન્ટના ફલેટ નં-107 માં મુળ ઉત્તરપ્રદેશના દેવસિંગ સુંદરલાલ રાજપૂત પરિવાર સાથે ભાડાના ફલેટમાં રહે છે. ફલેટ નં-207 જાનવી કેતન કાછડીયા પણ ભાડે રહે છે. શુક્રવારની રાત્રે કોઇ કારણોસર જાનવી સાથે અન્ય હરેશ અને અતુલ દેવસિંગ રાજપૂતના ફલેટના રસોડા તથા બેઠક રૂમની સ્લાઇડર બારીના કાચ તોડી ફલેટમાં ઘુસ્યા હતા. આ ઇસમોએ ફલેટમાં ઘુસી તોડફોડ કરી સામાન વેરવિખેર કરી પરિવારને માર માર્યો હતો.

માથાભારેએ કારમાં પણ તોડફોડ કરી હતી.
માથાભારેએ કારમાં પણ તોડફોડ કરી હતી.

ચોકીને બાનમાં લીધી હતી
આ મામલે પરિવારે મકાન માલિક ભરતભાઇને ફરિયાદ કરતા આ શખ્સોએ મકાનમાલિકને પણ ધમકી આપી હતી. જો કે મકાનમાલિક સહિત પિડીત પરિવારની દિકરી રશ્મિ રાજપૂતે જણાવ્યું કે ફલેટમાં ચાર-પાંચ ગુંડા ઘુસી તોડ-ફોડ કરતા રાત્રે 100 નંબર ડાયલ કરી કન્ટ્રોલ રૂમનો સંપર્ક કરવા પ્રયાસ કર્યો હતો. પરંતુ સંપર્ક ન થતા સાયણ આઉટ પોસ્ટનો નંબર મેળવી જાણ કરી હતી. આ મામલે દેવસિંગ રાજપૂતે રાત્રે જ ત્રણે આરોપી વિરૂધ્ધ સાયણ ચોકીમાં ફરિયાદ કરતા આરોપીઓ સહિત અન્ય શખ્સો સાયણ ચોકી ખાતે ઘસી ગયા હતા અને ચોકીને બાનમાં લીધી હતી.

આરોપીઓએ બે હાથ જોડીને માફી માંગી.
આરોપીઓએ બે હાથ જોડીને માફી માંગી.

બારીના કાચ, વાહનોના કાચ તોડફોડ કરી હતી
જાણકારના જણાવ્યા મુજબ બે શખ્સો નશામાં હતા અને પોલીસની હાજરીમાં ચોકીના બે ટેબલ ઉપર મુકેલ કાચ, બારીના કાચ, વાહનોના કાચ તોડફોડ કરી હતી. આરોપીઓએ ફરિયાદીને માર મારી ફરિયાદી સહિત સરકારી પ્રોપર્ટીને નુકશાન કરતા તેમણે આપેલ ફરિયાદમાં સંતોષ માની પોલીસે ગુનો નોંધ્યો હતો. પરંતુ સરકારી મિલ્કતને નુકસાન કરેલ હોવા છતાં પોલીસ ફરિયાદી બની ન હતી. પોલીસે મહિલા સહિત બેને ઝડપી જેલ ભેગા કરી દીધા છે.

પોલીસ ચોકીના ટેબલના કાચ પણ તોડી નાખ્યા હતા.
પોલીસ ચોકીના ટેબલના કાચ પણ તોડી નાખ્યા હતા.

હરેશ કારડીયા વિરૂદ્ધ 12થી વધુ ગુના નોંધાયા છે
પરિવાર સભ્યોને મારમારી સાયણ ચોકી પર હુમલો હુમલો કરી તોડફોડ કરવાનો આરોપી હરેશ રાણાભાઇ કારડીયા કે જેના વિરૂદ્ધ ભાવનગર, અમરેલી અને વલસાડ જિલ્લાના પારડી પોલીસ સ્ટેશન મળી 12થી વધુ જુદા જુદા ગુના નોધાયા છે. ત્યારે ગંભીર પ્રકારના ગુના સાથે ગુનાહિત માનસિકતા ધરાવતા હરેશનું આજે પોલીસે સરઘસ કાઢી શાન ઠેકાણ લાવી હતી.

આરોપીઓને પીડિતના ઘર સુધી લઈ જઈ માફી મંગાવી.
આરોપીઓને પીડિતના ઘર સુધી લઈ જઈ માફી મંગાવી.

સાયણના ઇતિહાસમાં પોલીસે પહેલું સરઘસ કાઢયું
સાયણ ગામમાં ચોરો અને ટપોરી તત્વો સક્રિય બનતા છાસ વાળે ચોરી અને લુંટફાટ સહિત મારા મારી જેવી ઘટનાઓ બની રહી છે ત્યારે હવે પોલીસ ચોકી પર હુમલો કરવા સાથે પોલીસ પર હુમલો કરવા જેવી ઘટના બાદ હરકતમાં આવેલી પોલીસે સાયણ ગામના ઇતિહાસમાં પોલીસે ટપોરી તત્વોનું પહેલું સરઘસ કાઢતા ટપોરી તત્વો ફફડી ઉઠ્યા છે.

બારીના કાચ, વાહનોના કાચ તોડફોડ કરી હતી.
બારીના કાચ, વાહનોના કાચ તોડફોડ કરી હતી.