તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોર્ટે દ્વારા 3 દિવસના રિમાન્ડ મંજૂર:લાંચ કેસમાં ASI મહાદેવ સહિત બે આરોપી ત્રણ દિવસના રિમાન્ડ પર

સુરતએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • આરોપી મહાદેવ ચાલાક, તપાસમાં સહકાર આપતો નથી: દલીલ

કાચા ઓઇલનો વેપાર કરનારા પાસે 4 લાખ માંગનારા બે આરોપી પોલીસકર્મી અને લાંચમાં પોતાના રૂ.50 હજાર ઉમેરી કુલ 4.50 લાખની લાંચના કેસમાં સંડોવાયેલાં 3 આરોપી પૈકી બેને આજે શનિવારે કોર્ટમાં રજૂ કરી સાત દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જોકે, સરકાર પક્ષે એપીપી રાજેશ ડોબરિયાની દલીલો બાદ કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

સરકાર પક્ષે દલીલ કરવામાં આવી હતી કે, આરોપી એએસઆઇ મહાદેવ ચાલાક હોય તપાસમાં સહકાર આપતો નથી. ફરિયાદી કાચા ઓઇલનો ધંધો કરતા હોય તેની ગોડાઉન પર પહોંચીને આરોપી મહાદેવ કિશન, હેડ કોન્સ્ટેબલ દિપેશ મૈસુરિયા અને વચેટિયા વિપુલ બલરે કુલ રૂપિયા 4.50 લાખની લાંચ માંગી હતી. ફરિયાદીએ ગ્રામ્ય એસીબીનો સંપર્ક કર્યો હતો અને એસીબીએ છટકું ગોઠવતા મહાદેવ સેવાઇકર અને વિપુલ બલર ઝડપાઈ ગયા હતા. લાંચ કેસને પગલે સુરત જિલ્લાનું રેંજ ઓપરેશન ગૃપ વિસર્જન કરાયું હતું. ઉપરાંત ઘરે સર્ચ કરાયું હતું.

રિમાન્ડ : લાંચમાં કોનો કોનો હિસ્સો હતો

 • આરોપીઓ સામે સબળ પુરાવા છે,ગુના સુધી પહોંચવા કસ્ટડી જરૂરી
 • આરોપી મહાદેવે પોલીસ વિભાગમાં લાંબી તેમજ મહત્વની શાખાઓમાં ફરજ બજાવી છે તેમજ પોલીસ તપાસથી વાકેફ હોય ઇરાદાપૂર્વક સહકાર આપતા નથી. તેથી વિશેષ પુછપરછ કરવાની જરૂર છે.
 • અન્ય ધરપકડ ટાળવા નાસતા ફરે છે જેની ધરપકડ કરવાની છે
 • કારમાં લાંચ લેવા આવ્યા હતા, આ કાર બીજા ક્યાં ગુનામા વપરાય છે તેની તપાસ કરવાની છે.
 • અગાઉ કયા વેપારીઓ પાસે લાંચ લીધી છે તેની તપાસ કરવાની છે
 • લાંચમાં કોનો-કોનો હિસ્સો હતો
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો