તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:હિમાચલના બે આરોપી અન્ય ગુનામાં પણ વોન્ટેડ નીકળ્યા

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોટા વરાછાનું 23 લાખનું ચરસ પ્રકરણ

મોટાવરાછા અબ્રામા પાસેથી એસઓજીએ 23.42 લાખના ચરસ સાથે ફેશન ડિઝાઇનર નિકીતા દલસુખ ચોડવડીયા સહિત 5ની ધરપકડ કરી જેલમાં ધકેલી દીધા છે. ચરસ સપ્લાય કરનારા હિમાચલના લાલારામ અને ટેકારામ બંનેને પકડવા માટે અમરોલી પોલીસ અને એસઓજીની ટીમ હિમાચલ પ્રદેશ ગઈ હતી. જેમાં લાલારામ લોકલ છે, જયારે ટેકારામ નેપાળી છે. સુરત પોલીસે બંનેને સ્થાનિક પોલીસની મદદથી પકડી પાડયા હતા.

પકડાયેલા બન્ને આરોપીઓ હિમાચલ પ્રદેશના મંદી જીલ્લાના ઓટ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2020માં દોઢ કિલો ચરસના ગુનામાં વોન્ટેડ હતા. છેલ્લા એક વર્ષથી બંને વોન્ટેડ હોવા છતાં હિમાચલ પ્રદેશમાં બિદાસ્ત ચરસનો ધંધો કરતા હતા. બંનેે આરોપીઓની હિમાચલ પોલીસે ત્યાંના ગુનામાં ધરપકડ કરી છે. હવે ત્યાંના ગુનાની તપાસ પૂર્ણ થાય પછી સુરત પોલીસ બંનેનો કબજો લેશે. જેનીશે લાલારામનો કોન્ટેક્ટ કરી તેકારામ જે વચેટીયો છે. તે માલ આપી પૈસા લઈ ગયો હતો.

જેનીશ ચરસ લાવી જીગ્નેશ ઉર્ફે મોન્ટુ કિરી ટ પટેલ અને હાર્દિક ઈશ્વર પટેલ જેવા પેડલરોને સપ્લાય કરતો હતો. હિમાચલના મલાના ગામમાં લોકો ચરસની ખેતી કરે છે. આ વિસ્તાર પહાડી હોવાથી ત્યાં ટુરિસ્ટોની અવર જવર ઓછી હોવાથી લોકો ચરસની ખેતી કરીને પેટીયું રળે છે.

અન્ય સમાચારો પણ છે...