તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:સિટીલાઇટના બાળકના મોત કેસમાં 25 ફલેટધારકોની પૂછપરછ કરાઇ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મૃતક સેવર જૈન - Divya Bhaskar
મૃતક સેવર જૈન
  • સૂર્યપ્રકાશ રેસિડન્સી કેમ્પસની ઘટનામાં પોલીસે કબજે લીધેલા 2 ડીવીઆર FSLમાં મોકલી તપાસ હાથ ધરાશે

સિટીલાઇટની સૂર્યપ્રકાશ રેસિડન્સીના કેમ્પસમાં જ અજાણ્યા કાર ચાલકે સાડા ત્રણ વર્ષના માસુમને અડફેટે લેતા મોત નિપજ્યુ હતું. બિલ્ડિંગના કેમ્પસમાં જ થયેલી આ હિટ એન્ડ રનની ઘટનામાં 10 દિવસ થવા આવ્યા છતાં કોઈ ચોક્કસ કડી પોલીસને હાથ લાગી નથી. ઉમરા પોલીસે રવિવારે સુર્યપ્રકાશ રેસિડન્સીના ‘બી’ વિંગમાં રહેતા ફ્લેટ હોલ્ડરો જેમની પાસે કાર છે તેવા 25 ફલેટ હોલ્ડરોને બોલાવી પૂછપરછ કરી હતી. પોલીસે ઘટના સમયે રેસિડન્સીમાં જેટલા પણ સિક્યુરિટી ગાર્ડ તૈનાત હતા તમામને બોલાવી પૂછપરછ કરી હતી. હવે આ અકસ્માતનો કેસ ઉકેલવો ઉમરા પોલીસ માટે એક ચેલેન્જ છે.

શરૂઆતમાં પોલીસને એવુ હતું કે કેમેરા છે એટલે ચાલક પકડાય જશે પરંતુ પાછળથી કેમેરા બંધ હોવાની ખબર પડી હતી. જો કે પોલીસે ખરેખર કેમેરા બંધ છે કે કેમ તે બાબતે જાણવા માટે બે ડીવીઆર કબજે કરી લીધા છે. આ ડીવીઆરમાં સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરવા માટે એક્સપર્ટની મદદ લીધી છે. જેમાં પણ પોલીસને ચોક્કસ કડી મળતી નથી, હવે ડીવીઆરને આગામી દિવસમાં એફએસએલમાં મોકલવા માટે પોલીસ તજવીજ કરી શકે છે. કેમ્પસમાં તૈનાત સિક્યુરિટી ગાર્ડ ભલે વરસાદ પડતો હોવાનું બહાનું કાઢતા હોય પરંતુ તેઓ આ અક્સ્માત કોણે કર્યો અને કઇ કાર હતી તે અંગે જાણતા હોવા છતાં પોલીસને ગુમરાહ કરી રહ્યાં હોય એવુ લાગી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...