તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધુમ્મસમાં ફ્લાઇટ લેન્ડ કરવામાં તકલીફ:બિલ્ડીંગના ટેરેસની લાલ લાઇટ ચાલુ કરાવો, નીચે કંઇ દેખાતું નથી: પાઇલોટ

સુરત22 દિવસ પહેલા
 • કૉપી લિંક

સુરત એરપોર્ટ પાસેની હાઇરાઇઝ બિલ્ડિંગની એવિએશન ઓબ્સ્ટેકલ લાઇટ બંધ રહેતા પાયલોટને ઓછી વિઝિબિલિટીમાં ફ્લાઇટ લેન્ડ કરવામાં તકલીફ પડી રહી છે. આ ફરિયાદ એરપોર્ટ ડિરેક્ટર અમન સૈનીના કાને પહોંચતા તેમણે તાકિદે હાઇરાઇઝ બિલ્ડિંગના પ્રમુખને લાઇટ શરૂ કરવા માટે સૂચન કર્યું છે. અહીં વાત એવી છે કે શિયાળામાં ગાઢ ધુમ્મસ જામતા કે પછી ચોમાસામાં ધોધમાર વરસાદ પડતા વિઝિબિલિટી ખૂબ જ ઓછી થઈ જતી હોય છે.

તેવામાં જ લેન્ડિંગ રૂટમાં આવતી હાઇરાઇઝ બિલ્ડિંગ સાથે ફ્લાઇટ અથડાઇ નહીં જાય તે માટે ટેરેસ કે પછી વીજળી સહિતના પોલ પર એવિએશન ઓબ્સ્ટેકલ લાઇટ એટલે કે લાલ કલરની લાઇટ મૂકવામાં આવી હોય છે. જે લાઇટ 24 કલાક ચાલુ રહે છે. આમ, આ લાઇટથી ઓછી વિઝિબિલિટીમાં પાયલોટને લેન્ડિંગ રૂટમાં આવતા ઓબ્સ્ટેકલ(અડચણ)ની જાણ થાય છે. એક ખાનગી એરલાઇન્સના પાયલોટ સૂત્રોએ ફરિયાદ કરતા જણાવ્યું હતું કે શિયાળામાં વહેલી સવારે કે પછી મોડી સાંજે અથવા રાત્રે ગાઢ ધુમ્મસની ચાદર પથરાઇ જાય છે. જેને કારણે ફ્લાઇટના લેન્ડિંગ રૂટમાં આવતા ઓબ્સ્ટેકલ દેખાતા નથી. જેથી ફ્લાઇટને લેન્ડ કરાવી પડતી હોય છે.

 • વેસુ તરફની ઘણી હાઇરાઇઝ બિલ્ડિંગની ઓબ્સ્ટેકલ લાઇટ બંધ રહેતી હોવાનું અમને જણાયું છે. જેથી મારી અપીલ છે કે તાકિદે ઓબ્સ્ટેકલ લાઇટ શરૂ કરાય. - અમન સૈની, એરપોર્ટ ડિરેક્ટર
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

  વધુ વાંચો