તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાતાવરણ:શહેરમાં 12.4 ડિગ્રી સાથે મંગળવાર સિઝનનો સૌથી ઠંડો દિવસ નોંધાયો

સુરત2 મહિનો પહેલા
 • કૉપી લિંક
નેચર પાર્કમાં કડકડતી ઠંડીમાં હરણો માટે તાપણાની વ્યવસ્થા કરાઇ હતી. - Divya Bhaskar
નેચર પાર્કમાં કડકડતી ઠંડીમાં હરણો માટે તાપણાની વ્યવસ્થા કરાઇ હતી.
 • ડિસેમ્બરમાં 2018 પછી શહેરમાં સૌથી વધુ ઠંડી અનુભવાઇ

12.4 ડિગ્રી સાથે મંગળવાર સિઝનનો સૌથી ઠંડો દિવસ નોંધાયો છે. સોમવારે 4 ડિગ્રી બાદ મંગળવારે વધુ 3 ડિગ્રી મળી બે જ દિવસમાં લઘુત્તમ તાપમાનમાં 7 ડિગ્રીનો ઘટાડો થતાં ઠંડીથી શહેરીજનો ઠૂંઠવાયા હતા. શહેરમાં દિવસભર 8 કિ.મીની ઝડપે ઠંડા પવનો ફૂંકાવાના કારણે વાતાવરણ ઠંડુગાર થયું હતું. 2018 ડિસેમ્બરમાં 10.6 ડિગ્રી ઠંડી નોંધાઇ હતી. આમ બે વર્ષ પછી સૌથી વધુ ઠંડીનો અનુભવ શહેરીજનોએ કર્યો હતો.

2019માં 13.8 ડિગ્રી સુધી જ ઠંડીનો પારો સરક્યો હતો. હવે આવતીકાલથી લઘુત્તમ તાપમાનમાં વધારો જોવા મળશે. સંભવત: 1થી 3 ડિગ્રી સુધી પારો ઉંચકાશે. જેથી ઠંડીનું જોર સામાન્ય ઘટશે. મંગળવારે શહેરનું મહત્તમ તાપમાન 26.8 ડિગ્રી અને લઘુત્તમ 12.4 ડિગ્રી હતું. વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ 69 ટકા અને સાંજનું પ્રમાણ 39 ટકા રહ્યું હતું. ઉત્તર-પૂર્વ દિશાથી 8 કિ.મીની ઝડપથી પવનો ફૂંકાઇ રહ્યા છે.વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાથે સાઇક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ જમ્મુ અને કાશ્મીર ઉપર બની છે. જેથી ઉત્તર ભારતના રાજ્યોમાં એક-બે દિવસ કોલ્ડવેવ કંડીશન રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો