આવકવેરા વિભાગના લોચાના લીધે હાલ ટ્રસ્ટો સહિતના રિટર્ન ભરાઈ રહ્યા નથી. અગાઉ જાહેરાત કરાઈ હતી કે 1લી એપ્રિલથી રિટર્ન ભરાવવાની શરૂઆત થશે. પરંતુ હજી રિટર્ન ભરવાની યુટિલિટિ જ બહાર પડાઇ ન હોવાથી અનેક રિટર્ન લટકી ગયા છે. સી.એ. વિરેશ રૂદલાલ કહે છે કે નાણા મંત્રાલયના દાવો મુજબની કામગીરી થઈ નથી. હાલ ભાગીદારી પેઢી, એલએલપી, કંપની અને ટ્રસ્ટના રિટર્ન ભરી શકાતા નથી.
પગારદારો પણ અટવાયા, સમય ઓછો
વાર્ષિક માહિતી પત્રક એઆઇએસ અ્ને ટેક્સપેય માહિતી સમરી ટીઆઇએસ હજી સંપૂર્ણપણે નથી. કરદાતાઓ ITR રિટર્ન ફોર્મ નંબર 1 થી 4 ભરવા માટે પણ થોભો અ્ને રાહ જુઓની નીતિ અપનાવી રહ્યા છે. પગારદારોને TDS ફોર્મ નંબર 16 એ અને વ્યાજ, ડિવિડન્ડવાળાને ફોર્મ નંબર 16 મળ્યા નથી. સી.એ. સૂત્રો મુજબ જો રિટર્નની તારીખ નહીં લંબાઈ તો રિટર્ન માટે દોઢ મહિનો જ બચશે. હજી નવા અપડેટ રિટર્નની પણ યુટિલિટી આવી નથી.
ટીડીએસનું પેમેન્ટ પણ ન ભરાયું નથી
સી.એ. નિતેશ અગ્રવાલ કહે છે કે મંગળવારના રોજ આઇટીનુ પોર્ટલ ખોટકાઈ જતાં અનેક તકલીફો થઈ હતી. ખાસ કરીને ટીડીએસનુ પેમેન્ટ કરવાની છેલ્લી તારીખ હતી અને આ સ્થિતિમાં પોર્ટલ કામ ન કરતુ હોવાથી અનેક લોકો અટવાયા હતા. હજી પેમેન્ટની ડેટ પણ લંબાવવામાં આવી નથી. અલબત્ત, આજે બુધવારના રોજ પોર્ટલ યોગ્ય રીતે કામ કરતુ હતુ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.