શાળાના ટ્રસ્ટીઓનો ખુલાસો:સુરતની લોકમાન્ય વિદ્યાલયના ટ્રસ્ટીઓએ કહ્યું-ફાઉન્ડેશનના નામે વિદ્યાર્થીઓને ખોટી રીતે ગેરમાર્ગે દોરાયા હતા

સુરત12 દિવસ પહેલા
  • કૉપી લિંક
શાળામાં વિરોધ પ્રદર્શન બાદ ટ્રસ્ટીઓએ ખુલાસો કર્યો હતો. - Divya Bhaskar
શાળામાં વિરોધ પ્રદર્શન બાદ ટ્રસ્ટીઓએ ખુલાસો કર્યો હતો.
  • શિક્ષકોએ વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોર્યાની કબૂલાત કરી હતી-ટ્રસ્ટીઓ

સુરતના રાંદેર વિસ્તારમાં આવેલી લોકમાન્ય વિદ્યાલયમાં ફાઉન્ડેશન કોર્સને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો. વાલીઓએ અને વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યા હતા કે, પ્રિન્સિપાલ પાસેથી રાજીનામું લખાવી લેવામાં આવ્યું હતું. આ મુદ્દાને લઈને આજે ટ્રસ્ટીઓ દ્વારા કેટલાક મહત્વના ખુલાસાઓ કરવામાં આવ્યા હતા. પ્રિન્સિપાલ જીગ્નેશભાઈ દ્વારા વિદ્યાર્થીઓને ગેર માર્ગે દોર્યા છે. જીગ્નેશ પટેલ દ્વારા એન્ટી કેન્વાસિંગ કરાયું હોવાનું ટ્રસ્ટીઓ દ્વારા કહેવાયું હતું.

શિક્ષકોએ સ્વીકાર કરેલો-ટ્રસ્ટી
જે શિક્ષકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. તેમણે સ્વૈચ્છિક રીતે સ્વીકાર્યું કે, અમને ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા. ચેતન પટેલ બીએ ટીચર, મેહુલ પટેલ- અર્થશાસ્ત્ર ટીચર, મોન્ટુ પટેલ- ક્લાર્ક વિદ્યાર્થીઓને દોર્યા ગેર માર્ગે હોવાની કબૂલાત કરી હતી. શાળા દ્વારા ઓડિયો સાથેના સીસીટીવી પુરાવા આપવામાં આવ્યા છે. જીગ્નેશ પાસે ખુલાસો માંગતા તેમને ભૂલ સ્વીકારી હતી. બાળકોના ભવિષ્ય માટે શરૂ કરાયેલા JEEના ફાઉન્ડેશનના પ્રોગ્રામ માટે વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરતા હતા.

ટ્રસ્ટીઓએ કહ્યું કે-શિક્ષકોએ જ વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોર્યા હતાં.
ટ્રસ્ટીઓએ કહ્યું કે-શિક્ષકોએ જ વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોર્યા હતાં.

કોઈ કેન્વાસિંગ કરાયું નથી-જીજ્ઞેશ પટેલ
જીગ્નેશ પટેલ સાથે થયેલી વાતચીત મુજબ તેમણે કહ્યું કે, અમારા દ્વારા કોઈપણ પ્રકારનો એન્ટિ કેન્વાસિંગ કરવામાં આવ્યું નથી. મેં વિદ્યાર્થીઓ કે, શિક્ષકોને મિટિંગમાં હાજર રહેવા માટે ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટ કોઈ વાત કરી નથી.