આદેશ:‘એરપોર્ટ પર સેફ લેન્ડીંગમાં તકલીફ, હાઈરાઈઝ બિલ્ડિંગોની ટેરેસની લાઈટ 24 ક્લાક ચાલુ રાખો’

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હાઇરાઇઝની ઓબસ્ટ્રક્શન લાઇટ બંધ થતા એરપોર્ટ ઓથોરિટીની તાકીદ
  • બાંધકામ સ્થળે ક્રેઈનની ઉંચાઈ એરપોર્ટ NOC મુજબ રાખવી,કમિશનરે જાહેર નોટિસ આપી

હાઇરાઇઝ બિલ્ડિંગોની ઓબસ્ટ્રક્શન લાઇટો ફરી ડૂલ થતા સુરક્ષિત એરક્રાફટ ઓપરેશન લેન્ડીંગમાં તકલીફ પડી રહી છે. સુરત એરપોર્ટ ઓથોરિટીએ આ અંગે તાકીદ કરતાં પાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ જાહેર નોટિસ પ્રસિદ્ધ કરી એરપોર્ટને લાગુ વિસ્તારોની હાઇરાઇઝ બિલ્ડિંગોની ટેરેસ પરની લાઈટો 24 ક્લાaક ચાલુ રાખવા આદેશ આપ્યા છે.

પાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ હાઈરાઈઝડ બિલ્ડિંગોનાં ટોપમોસ્ટ એલિવેશન ઉપર એવિએશન ઓબસ્ટ્રક્શન લાઈટ-એવિએશન લાઈટ-માર્કિંગનું ઈન્સ્ટોલેશન થયેલું હોવાનું સુનિશ્ચિત કર્યા બાદ પાલિકા દ્વારા વસવાટ પરવાનગી (બીયુસી) અપાઈ છે. પરંતુ ઘણાં હાઈરાઈઝ બિલ્ડિંગોની ટેરેસ પરની લાઈટ બંધ છે. આવી સ્થિતિમાં સેઈફ એરક્રાફટ ઓપરેશન લેન્ડીંગમાં તકલીફ થઈ રહી છે. તમામ ચાલુ બાંધકામો, પૂર્ણ થયેલી હાઈરાઈઝડ બિલ્ડિંગોનાં ડેવલપર, પ્રમુખ, વસવાટર્તાઓને બિલ્ડિંગ, બાંધકામ પરની લાઈટ કાયમી ધોરણે ચાલુ રાખવા તાકીદ કરાઈ છે.

NOCનું પાલન જરૂરી
ચાલુ બાંધકામના કામે વપરાશમાં લેવામાં આવતી કન્સ્ટ્રક્શન ક્રેઈનની ટોચ પર એવિએશન લાઈટ લગાડી તે ક્રેઈન એરપોર્ટ NOC મુજબની ઉંચાઈની મર્યાદામાં રાખવા પાલિકાએ જાહેર નોટિસ આપી છે.

અન્ય સમાચારો પણ છે...