તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:સ્ટેચ્યુમાં એક સાથે 6થી વધુ ટિકિટ બુક ન થતાં ટ્રાવેલ એજન્ટોને મુશ્કેલી

સુરત12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચેમ્બરમાં ગુજરાત ટુરિઝમના કોમર્શિયલ મેનેજર સાથે બેઠક

સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના સ્થળોના બુકિંગ માટે ટ્રાવેલ એજન્ટોને મુશ્કેલી પડતી હોવાથી તેનો ઉકેલ લાવવા ટ્રાવેલ એજન્ટો દ્વારા માંગ કરાઈ છે. ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ખાતે ગુજરાત ટુરીઝમના કોમર્શિયલ મેનેજર નિરવ મુન્શીની અધ્યક્ષતામાં મળેલી મિટીંગમાં ટુર્સ એન્ડ ટ્રાવેલ સંબંધિત સુરત શહેરના વિવિધ એસો.ના હોદ્દેદારો તથા અન્ય મેમ્બરોની હાજરીમાં સુરતના સ્થાનિક ટ્રાવેલ એજન્ટોને ધંધા – વ્યવસાયમાં પડી રહેલી મુશ્કેલી અંગે ચર્ચા કરાઈ હતી.

ગુજરાત ટુરિઝમ હસ્તગતના એકોમોડેશન કે મોન્યુમેન્ટની એન્ટ્રી ફીમાં ટ્રાવેલ એજન્ટ માટે ખાસ પોલિસી બનાવવી, સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં એક સાથે 6થી વધુ ટિકિટ બુક થતી નથી તો ટ્રાવેલ એજન્ટને ગૃપ બુકિંગમાં મુશ્કેલી પડે છે તે માટે ગૃપ બુકિંગની અલગથી વ્યવસ્થા ઉભી કરવી, કેવડિયા કે અન્ય એક જ પ્રિમાઇસિસમાં અલગ અલગ થીમ પાર્કની અલગ – અલગ ટિકિટની જગ્યાએ કોમ્બો ટિકીટની સુવિધા કરવી, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને ગુજરાત ટુરિઝમના કોમર્શિયલ એકોમોડેશનમાં બુકીંગ અલગ અલગ વિભાગમાંથી થાય છે તેની જગ્યાએ ઓફલાઈન અને ઓનલાઇન બંને રીતે સિંગલ બુકીંગ પ્લેટફોર્મ બનાવવા વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...