નેતાઓને ઓમિક્રોનનો ડર નથી?:ભાજપ મહિલા મોરચાની રેલીમાં ફરી એકવાર કોરોના ગાઈડલાઈનના ધજાગરા, ઓમિક્રોનના ડર વચ્ચે પણ નેતાઓ કાર્યક્રમમાં વ્યસ્ત

સુરત6 મહિનો પહેલા
  • કૉપી લિંક
તિરંગા રેલી યોજીને ગાઈડ લાઈનના ધજાગરા ઉડાવી દેવામાં આવ્યા. - Divya Bhaskar
તિરંગા રેલી યોજીને ગાઈડ લાઈનના ધજાગરા ઉડાવી દેવામાં આવ્યા.
  • મહિલા મોરચા દ્વારા મોટી સંખ્યામાં એકત્રીત થઈને તિરંગા રેલી યોજી હતી

ઓમિક્રોનને લોકોને લઈને ફરી વખત સમગ્ર દેશભરની અંદર ફફડાટ ફેલાયો છે, ત્યારે નેતાઓ પોતાના કાર્યક્રમ કરવામાં વ્યસ્ત હોય તેવા દ્રશ્યો સતત જોવા મળી રહ્યા છે. એક તરફ ઓમિક્રોન ન ફેલાય તેને કારણે સતત ગાઈડલાઈનના પાલન માટે વહીવટી તંત્ર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. દરેક વ્યક્તિ બીજો ડોઝ લઈ લે તેના માટે સુરત કોર્પોરેશન દ્વારા પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ ભારતીય જનતા પાર્ટી કાર્યક્રમોમાં વ્યસ્ત હોય તેવું દેખાઈ રહ્યું છે. મહિલા મોરચા દ્વારા આજે મોટી સંખ્યામાં એકત્રીત થઈને તિરંગા રેલી યોજીને ગાઈડ લાઈનના ધજાગરા ઉડાવી દેવામાં આવ્યા હતા.

ઉધના દરવાજા ખાતે ભારતીય જનતા પાર્ટીની કાર્યાલયથી મહિલા યુવા મોરચા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કર્યું.
ઉધના દરવાજા ખાતે ભારતીય જનતા પાર્ટીની કાર્યાલયથી મહિલા યુવા મોરચા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કર્યું.

ઉધના દરવાજા ખાતે ભારતીય જનતા પાર્ટીની કાર્યાલયથી મહિલા યુવા મોરચા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કર્યું હતું છે, ઉધનાના ઝાંસીની રાણી ગાર્ડન ખાતે સંપન્ન કરવામાં આવી હતી. મહત્વની બાબત એ છે કે ઓમિક્રોન ઘાતક છે. તે અંગેની તમામ માહિતી હોવા છતાં પણ નેતાઓ માત્ર પોતાના કાર્યક્રમો કરવામાં જ રૂચિ દાખવી રહ્યા છે. કોર્પોરેશન દ્વારા સતત લોકો એકત્રિત ના થાય તેના માટેના પ્રયાસો કરી રહ્યા છે પોલીસ અધિકારીઓ દ્વારા પણ લોકો નિયમોનું પાલન કરે તેના માટે સતત ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

મેયર પોતે આ રીતે જાહેરમાં નિયમોનું ઉલ્લંઘન કરે તે યોગ્ય ખરું.
મેયર પોતે આ રીતે જાહેરમાં નિયમોનું ઉલ્લંઘન કરે તે યોગ્ય ખરું.

નેતાઓ કયા કારણસર ગાઈડલાઈન ફરીથી સખત બનાવવા માટે નિર્દેશ આપી રહ્યા છે કે એ સમજની બહાર છે. જો તેમના દ્વારા સતત સોશિયલ ડિસ્ટન્સનું ઉલંઘન કરાતો હોય માસ્ક વગર પોતે મેયર દેખાતા હોય તો કોરોના ગાઈડલાઈનના શું મતલબ. મેયર પોતે આ રીતે જાહેરમાં નિયમોનું ઉલ્લંઘન કરે તે યોગ્ય ખરું. પરંતુ રાજકીય નેતાઓ આ તમામ બાબતોથી ઉપર હોય તેવું દર વખતે દેખાઈ આવે છે. સોશિયલ ડિસ્ટન્સને લઈને હજી પણ કેટલાય ધંધા રોજગારો એવા છે કે જે યોગ્ય રીતે શરૂ થઈ શક્યા નથી. લોકોને રોજીરોટીની ચિંતા નથી અને માત્ર પોતાના રાજકીય કાર્યક્રમોમાં જ મશગૂલ છે. આવી સ્થિતિ ઓમિક્રોનના કેસોમાં વધારો થાય તો ફરીથી લોકડાઉન લગાડશે અને ફરીથી લોકોની રોજગારી છીનવાઈ જશે?

અન્ય સમાચારો પણ છે...