તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • Triestar Hospital Nurse Arrested, Ray For Injection In The Name Of The Same Patient And Prescription Found On The Letterhead Of Triestar Hospital

ભાસ્કર સ્ટિંગ ફોલોઅપ:ટ્રાઇસ્ટાર હોસ્પિટલની નર્સ પકડાઇ, એક જ દર્દીના નામે ઇન્જેક્શન માટે કિરણ અને ટ્રાઇસ્ટાર હોસ્પિટલના લેટરહેડ પર પ્રિસ્ક્રિપ્શન મળ્યા

સુરત3 મહિનો પહેલા
 • કૉપી લિંક
એસઓજીએ રસિક કથીરીયાને પકડી પાડ્યો ત્યારે તેના ખિસ્સામાંથી લેટર પેડ મળ્યા હતા. - Divya Bhaskar
એસઓજીએ રસિક કથીરીયાને પકડી પાડ્યો ત્યારે તેના ખિસ્સામાંથી લેટર પેડ મળ્યા હતા.
 • નર્સના પિતાએ વ્રજેશ નામના યુવક પાસેથી 85 હજારમાં ઇન્જેક્શન લીધું હતું, મેડિકલ સ્ટોરના માલિકની સંડોવણી ખુલી
 • કોવિડ રિપોર્ટ પછી નર્સની ધરપકડ કરાશે, પિતાની પોલીસે ધરપકડ કરી, એક મહિના પહેલા ઇન્જેક્શન લાવ્યા હોવાનો તપાસમાં ખુલાસો
 • ટોસિલિઝુમેબ અને બેવાસિઝુમેબના 2 પ્રિસ્કિપ્શન નર્સ હેતલના પિતા રસિક કથિરિયાના ખિસ્સામાંથી મળ્યા

‘દિવ્ય ભાસ્કરે’ ટોસિલિઝુમેબના કાળાબજારનો પર્દાફાશ કરવાના કેસમાં ઉમરા પોલીસે ટ્રાઈસ્ટાર હોસ્પિટલમાં ફરજ બજાવતી નર્સ હેતલ કથિિરયાની અટકાયત કરી છે. તેના કોરોના રિપોર્ટ પછી ધરપકડ કરવામાં આવશે. તપાસ દરમિયાન અનેક ચોંકાવનારા ખુલાસા આ કૌભાંડમાં થયા છે.

પોલીસને નર્સ હેતલના પિતા રસિક કથિરિયા પાસેથી ટ્રાઈસ્ટાર અને કિરણ હોસ્પિટલના લેટરહેડ મળ્યા છે. જે બંનેમાં રમેશ અમરીશભાઈ માંગુકીયા નામના દર્દીને ટોસિલિઝુમેબ ઈન્જેકશન લખી આપવામાં આવ્યું છે. જો કે, આ અંગે હજુ પોલીસ દ્વારા બંને હોસ્પિટલમાં તપાસ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.

બીજી તરફ, ‘દિવ્ય ભાસ્કર’ના રિપોર્ટરને જે ઈન્જેકશન રસિક કથીરીયા દ્વારા રૂા.2.70 લાખમાં આપવામાં આવ્યું હતું તે વ્રજેશ મહેતા પાસેથી લીધું હોવાનુ ખૂલતા પોલીસે વ્રજેશ મહેતાની પણ ધરપકડ કરી છે. તેણે રસિકને આ ઈન્જેકશન 85 હજારમાં આપ્યું હોવાનું તપાસમાં ખૂલ્યું છે. જયારે વ્રજેશે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે, આ ઈન્જેકશન તેણે એક મેડીકલ સ્ટોરમાંથી ખરીદ્યું હતુ. મેડીકલ સ્ટોરના સંચાલકની પોલીસે અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે. જો કે, વ્રજેશે પોલીસને ગોળગોળ જવાબો આપતા કહ્યું હતું કે, એક મહિના પહેલા માતા-પિતાને કોરોના થતાં આ ઈન્જેકશન લાવીને ફ્રીજમાં મૂકયુ હતુ.

SOGને વ્રજેશે 3થી 4 કલાક ફેરવ્યા ત્યારે પકડમાં આવ્યો
એસઓજીએ રસિકને પકડી પાડ્યા પછી બીજુ નામ વ્રજેશ મહેતાનું સામે આવ્યું, પોલીસે વ્રજેશના ઘરે પહેલા તપાસ કરી પછી તે ઘરે ન મળ્યો પછી તેનું લોકેશન લાલદરવાજા, વરાછા અને છેલ્લે અડાજણ મળતા એસઓજીની ટીમે ત્યાંથી પકડી પાડ્યો હતો. આમ એસઓજીને વ્રજેશે 3થી 4 કલાક ફેરવી હતી.

મોડીરાતે વ્રજેશને એસઓજીની ટીમ સાથે લઈ રાજમાર્ગની એક હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાં તપાસ કરી હતી. જે મેડિકલમાથી ટોસિલિઝુમેબ વ્રજેશ લાવ્યો હોવાની વાત કરી હતી. મેડિકલ સ્ટોર સંચાલક મયંકની પોલીસે પૂછપરછ કરી હતી.

માતા-પિતા માટે ઇન્જેક્શન લાવ્યાનું વ્રજેશનું રટણ
વ્રજેશ મહેતાએ પોલીસ સમક્ષ એવુ રટણ કર્યુ કે મહિના પહેલા ટોસિલિઝુમેબ ઇન્જેક્શન લાવી ફ્રીઝમાં રાખી મુક્યું હતું અને તેના માતા-પિતા કોરોના પોઝિટિવ હોવાથી લાવ્યો હોવાની વાત કરી હતી. જો કે, આ ઇન્જેક્શન કોરોનાના અંતિમ સ્ટેજ પર પહોંચેલા પેશન્ટને આપવામાં આવે છે. ત્યારે તેના માતા-પિતા હોસ્પિટલમાં દાખલ કરાયા નથી. તો આ ઈન્જેક્શન કયા ડોક્ટરે લખી આપ્યું તે એક તપાસનો વિષય છે.

આ કૌભાંંડમાં આજીવન કેદ તથા 10 લાખ સુધીના દંડની જોગવાઈ

 • આઇપીસી કોડ કલમ 420 : કેસ પુરવાર થાય તો આરોપીને 7 વર્ષ સુધીની કેદની સજાની જોગવાઇ છે
 • આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ કલમ : ૭- ૭ વર્ષ સુધીની કેદ
 • ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ કલમ ૫૩- 2 વર્ષ સુધીની કેદ અને દંડ
 • ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક એક્ટ કલમ 27 - આ કાયદા મુજબ કેસ પૂરવાર થાય તો આરોપીને ઓછામાં ઓછી 10 વર્ષ અને વધુ માં વધુ આજીવન કેદની સજા અને રૂપિયા 10 લાખ અથવા જપ્ત કરેલ સંપત્તિ કરતા 3 ગણી રકમમાંથી જે વધુ હોય તેટલો દંડ.
અન્ય સમાચારો પણ છે...